30 C
Ahmedabad
Friday, April 26, 2024

પ્રચાર પડઘમ બંધ થાય પહેલા ભાજપ-કોંગ્રેસ રોડ શો કરી શક્તિપ્રદર્શન


ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. તમામ પક્ષોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Advertisement

બીજા તબક્કાની વિધાનસભાની ચૂંટણીમાં અરવલ્લી જિલ્લાની 3 મોડાસા-ધનસુરા,બાયડ-માલપુર અને ભિલોડા-મેધરજ બેઠક પર સત્તા મેળવવા માટે 30 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હોય એક બે ઉમેદવારને બાદ કરતા તમામ ઉમેદવારોએ જોરશોર થી પ્રચાર-પ્રસાર કરી મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી દીધું હતું શનિવારે પ્રચારના અંતિમ દિવસે બાઈક રેલી દ્વારા રોડ-શો કરી શક્તિપ્રદર્શન કરી જીતના દાવા સાથે સભાઓ ગજવી હતી પરંતુ 5 ડિસેમ્બરે મતદારો કેવો અભિગમ અપનાવશે ઉમેદવારો તથા સમર્થકોની મીટ મંડાયેલી છે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી તંત્ર પણ જિલ્લામાં લોકશાહીના પર્વમાં વધુને વધુ મતદાન કરે તે માટે વિવિધ મતદાનજાગૃતિ કાર્યક્રમ યોજ્યા હતા.

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લામાં સમાવિષ્ટ ત્રણ વિધાનસભા બેઠકો માટેની સામાન્ય ચૂંટણી 5 ડિસેમ્બરે યોજાનાર હોય જેના કુલ 829615 મતદારોને રીઝવવા માટે ચૂંટણી જંગમાં ઉતરેલા 30 ઉમેદવારોએ ભરપૂર પ્રચાર-પ્રસાર કરી એડિચોટીનુ જોર લગાવી છેલ્લા દિવસે રોડ-શો કરી વધુમાં વધુ મતદારો સુધી પહોંચવા મરણીયો પ્રયાસ કરતા નજરે પડતા હતા પ્રચાર બંધ થતા શનિવાર રાત્રી થી ઉમેદવારો જીત મેળવવા શામ,દામ, ની નીતિ અપનાવી ખાટલા બેઠકો યોજાશે અને ડોર ટુ ડોર પ્રચાર કરશે.

Advertisement

Advertisement

જિલ્લા ચૂંટણી અધિકારીના જાહેરનામા મુજબ અરવલ્લી જિલ્લાના મતદાર વિભાગ બહારના રાજકીય પદાધિકારીઓ,પક્ષના કાર્યકરો,સરઘસ કાઢનારાઓ,ચૂંટણી પ્રચારકો વગેરે કે જેઓ મતદાર વિભાગ ની બહારથી આવેલા હોય અને જેઓ તે મતદાર વિભાગના મતદારો ન હોય તેઓએ ચૂંટણી પ્રચારના અંત પછી એટલે કે તા-3 ના સાંજના ૫ કલાક પછી તાત્કાલિક ધોરણે અરવલ્લી જિલ્લામાં સમાવિષ્ટ તમામ મતદાર વિભાગો છોડીને જતા રહેવું પડશે શનિવાર સાંજથી ચૂંટણી પ્રચારના પડગમ શાંત થતા ઉમેદવારો તથા સમર્થકો કયા વિસ્તારમાંથી કેટલા વોટ મળશે તેની ગણતરી મોડવાની શરૂઆત કરી દીધી છે જિલ્લાની ત્રણ વિધાનસભાની બેઠકમાં ભલે 30 ઉમેદવારો હોય પરંતુ ખરાખરીનો જંગતો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહેશે બાયડમાં ત્રિપક્ષિય જંગ જામ્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!