31 C
Ahmedabad
Thursday, March 28, 2024

રાજ્યમાં બીજા તબક્કાની ચૂંટણી માટે 833 ઉમેદવારોના ભવિષ્ય થશે EVM માં કેદ


ગુજરાતમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને છે. બીજા તબક્કાના માતદાન માટે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થયા છે ત્યારે આગામી 5 ડિસેમ્બરના રોજ 833 જેટલા ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થશે.

Advertisement

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે ત્યારે આગામી 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કા માટે મતદાન થવાનું છે, ત્યારે શનિવારના રોજ સાંજે 5 કલાકે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. રાજ્યમાં બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં 61 રાજકીય પાર્ટીના 833 ઉમેદવાર ભાગ લઇ રહ્યા છે. 06 અનુસુચિત જાતિ માટે અનામત બેઠકો છે. 13 અનુસુચિત જનજાતિ માટે અનામત બેઠકો છે. જ્યારે 74 જનરલ બેઠકોનો સમાવેશ થાય છે.

Advertisement

બીજા તબક્કાની ચૂંટણી માટે  મતદારોની વાત કરવામાં આવે તો કુલ  2,51,58, 730 મતદારો છે.  જેમાંથી પુરૂષ મતદાર 1,29,26,501 છે. મહિલા મતદાર 1,22,31,335 છે અને અન્ય મતદાર 894 છે. મતદાન માટે 26,409 મતદાન કેન્દ્ર છે. 18થી 19 વર્ષની વયના મતદારો: 5,96,328 છે જ્યારે 99 વર્ષથી વધુ વયના કુલ  5,412  મતદારો છે .NRI કુલ 660 મતદારો છે જેમાંથી 505 પુરુષ મતદાર છે જ્યારે 155 મહિલા મતદાર છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!