test
30 C
Ahmedabad
Saturday, June 22, 2024

ગુજરાતમાં પુનરાવર્તન…અરવલ્લીમાં પરિવર્તન : કોંગ્રેસના સૂપડા સાફ મોડાસા, ભિલોડામાં ભાજપ અને બાયડમાં અપક્ષનો ભવ્ય વિજય


મોડાસા-ધનસુરામાં ભીખુસિંહ પરમારનો વિજયોત્સવ રેલી યોજી
બાયડ-માલપુરમાં ધવલસિંહ ઝાલાની ભવ્યતાભવ્ય વિજય રેલી
ભિલોડાના પી.સી.બરંડાના સમર્થકો ડી.જે.ના તાલે સરઘસમાં ઝૂમી ઉઠ્યા, ભિલોડા બેઠક પર 5 ટર્મનો ભાજપના વનવાસનો અંત
કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત કરી બે બેઠકો પર કેસરિયો, બાયડમાં અપક્ષનો દબદબો

Advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. ભાજપે આ વખતે કોંગ્રેસના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.અરવલ્લી જીલ્લાની ત્રણે બેઠકો પર બે ટર્મથી કોંગ્રેસનો દબદબો યથાવત રહ્યો હતો 2022 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણે ઉમેદવારનો કારમો પરાજય થયો છે ભાજપે મોડાસા, ભિલોડા બેઠક પર કોંગ્રેસના સૂપડા સાફ કરી કરી દીધા છે બીજીબાજુ હાઈ પ્રોફાઈલ બાયડ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ ધૂળ ચાટતા કરી દીધા હતા ત્રણે વિજેતા ઉમેદવારોએ ડી.જેના તાલે ભવ્ય વિજય સરઘસ કાઢ્યું હતું

Advertisement

Advertisement

બે ટર્મથી કોંગ્રેસનો ગઢ રહેલી અરવલ્લી જીલ્લાની ત્રણે બેઠકો કબ્જે કરવા રણનીતી બનાવી હતી ત્રણે બેઠકો પર કેસરિયો લહેરાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી, સાંસદ રવી કિશનએ સભા સંબોધવાની સાથે મંત્રી સ્મૃતિ ઈરાનીએ બાઈક રેલી યોજી હતી કોંગ્રેસે ત્રણે બેઠકો પર પુનરાવર્તન કરવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું બીજીબાજુ ભાજપે ત્રણે બેઠકો કબ્જે કરવા માટે માઈક્રો પ્લાનિંગ કરી કાર્યકર્તાઓની ફોજ ઉતારી દીધી હતી આખરે ભાજપ કોંગ્રેસની બે બેઠકો પર કમળ ખીલવવામાં સફળ રહ્યું હતું બાયડ બેઠક પર મોદી મેજીક અને હિન્દુત્વનો મુદ્દા પર અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલા ભારે પડ્યા હતા મોડાસા એન્જીનીયરીંગ કોલેજ ખાતે યોજાયેલ મત ગણતરી કેન્દ્ર નજીક રાજકીય પક્ષ અને અપક્ષ ઉમેદવારના હજ્જારો ટેકેદારો ઉમટ્યા હતા

Advertisement

Advertisement

મોડાસા બેઠક પર બે ટર્મથી અજય રહેલા કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અને ગત ચૂંટણીમાં હારનો સામનો કરનાર ભાજપના ભીખુસિંહ પરમાર વચ્ચે કાંટે કી ટક્કર માનવામાં આવતી હતી પરંતુ પરિણામના દિવસે પ્રારંભથી ભીખુસિંહ પરમાર લીડ મેળવી અંત સુધી જાળવી રાખી અંદાજે 25 હજારથી વધુ મત મેળવી કેસરિયો લહેરાવ્યો હતો આમ આદમી પાર્ટીને લોકોએ જાકારો આપ્યો હતો

Advertisement

Advertisement

હાઈ પ્રોફાઈલ બાયડ વિધાનસભા બેઠક પર ભાજપના ટિકિટના પ્રબળ દાવેદાર પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ટિકિટ કાપી પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર તો કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી હતી ભાજપે ટિકિટ કાપતા ધવલસિંહ ઝાલાએ બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી આમ આદમી પાર્ટીએ પાટીદાર ચિનુ કાકાને ટિકિટ આપી હતી બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલાએ ચૂંટણી જંગમાં જંપલાવતાં ચૂંટણી જંગ ભારે રસપ્રદ બન્યો હતો બાયડ બેઠક પર અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલા અને ભાજપના ઉમેદવાર ભીખીબેન પરમાર વચ્ચે ઉપર ચઢાવ જોવા મળતા બંને ઉમેદવારોના ટેકેદારોના શ્વાસ સતત અધ્ધર થયા હતા અંતે ધવલસિંહ ઝાલાનો 6 હજાર જેટલા મતથી વિજેતા જાહેર થયા હતા

Advertisement

અરવલ્લીની ભિલોડા બેઠક પર પૂર્વ આઇપીએસ પી.સી બરંડાની ભવ્ય જીત થી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે. પી.સી બરંડા 15 હજાર કરતા વધુ મતે વિજયી થયો છે. વર્ષો પછી ભિલોડા બેઠક પર ભાજપનો ભગવો લહેરાતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ભિલોડા બેઠક પર આમ આદમી પાર્ટીએ શરૂઆતની મત ગણતરીમાં 10 રાઉન્ડ સુધી આગળ રહેતા ભાજપ ટેન્સનમાં આવી ગયું હતું આખરે ભાજપે ભવ્ય જીત પ્રાપ્ત કરી હતી કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક પર કોંગ્રેસનો દેખાવ નિરાશાજનક રહેતા ત્રીજા સ્થાને રહી હતી

Advertisement

બિન વારસી બેલેટ પેટી મળી
મોડાસા GEC મત ગણતરી કેન્દ્ર ખાતે બિન વારસી બેલેટ પેટી મળી આવી છે. ચૂંટણી વિભાગ અને વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી. પોલીસના સઘન બંદોબસ્ત અને ચૂંટણી વહીવટી કર્મચારીઓની હાજરીમાં બેલેટ મત પેટી મળતા પ્રશ્ન ઉઠવા પામયો હતો. મીડિયા કર્મી દ્વારા બીન વારસી પેટીના દ્રશ્યો કેમેરામાં કેદ કરતા કર્મચારીએ પેટીને ઉઠાવી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!