વિધાનસભાની ચૂંટણીમાં આ વર્ષે ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે, જેમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી 150 થી વધારે બેઠકો મળી છે. ભાજપમાંથી નારાજ ચાલેલા ઉમેદવારોએ પોતાનું કિસ્મત અજમાવતા અપક્ષ ઉમેદવારી કરતા સફળતા મળી છે. અરવલ્લી જિલ્લાની ત્રણ બેઠકો પર કોંગ્રેસનો કબજો હતો, પરંતુ ત્રણેય બેઠકો છીનવાઈ ગઈ છે, ભાજપે 2 જ્યારે અપક્ષ ઉમેદવારે 1 બેઠક મળવી છે અટલે અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા છે, હવે કોંગ્રેસ પાસે માત્ર ગણેલા નેતાઓ થકી વિરોધ સિવાય કાંઈ બાકી ન રહ્યું હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે.
અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થતાં હવે 37 વર્ષ પછી અપક્ષ ઉમેદવારે બાજી મારી છે. બાયડ તાલુકાના અમોદરાના વતની રૂપસિંહ સોલંકી ચાર ચર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે આજે તેમને એટલા માટે યાદ કરવામાં આવ્યા કે, તેઓ 1980 માં પ્રથમવાર કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડતા ભવ્ય જીત થઇ હતી જોકે વર્ષે 1985માં કોંગ્રેસે ટિકિટ ન આપતા તેમણે અપક્ષ ઉમેદવારી કરતા જીત થઇ હતી, ત્યારબાદ 5-12-2022 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ નહીં મળતા ધવલસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી કરતા તેઓની જીત થઇ છે, એટલે કે, 37 વર્ષ પછી ફરીથી કોંગ્રેસના જેવી ભાજપે ભૂલ કરતા આ બેઠક અપક્ષના ફાળે ગઈ.
વિધાસભાની ચૂંટણી આવે એટલે તમામ લોકોને ચૂંટણી લડવાનું મન થાય કારણ કે, એક ધારાસભ્યને કેટલાય સરકારી લાભ અને અત્યાધુનિક સુવિધાઓ આપવામાં આવતી હોય છે પણ આજે એક એવા ધારાસભ્યની વાત કરીશું કે, તેમણે પોતાનું જીવન લોકો માટે સમર્પિત કરી દીધું, અને આજે તેઓ એક ગરીબ વ્યક્તિની જેમ જીવન વિતાવી રહ્યા છે, એટલું જ નહીં કોઈ કોઈ ધારાસભ્યએ સરકારી બસમાં અનામત સીટ પર બેસી મુસાફરી નહીં કરી હોય પણ આજે એવા ધારાસભ્ય છે કે, જેમણે બસની મુસાફરી કરીને જ અલગ અલગ જગ્યાએ જાય છે.
રામસિંહ સોલંકીનુ જીવન
માજી ધારાસભ્ય રામસિંહ રૂપસિંહજી સોલંકીનો જન્મ આઝાદિના વર્ષોમાં એટલે કે 08-05 1947 માં અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આમોદરા ગામના એક સામાન્ય પરિવારમાં થયો હતો., ગામની શાળામાંથી જ તેમણે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું અને ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો હતો, ત્યારબાદ તેઓ સમાજસેવા માટે લાગી ગયા હતા. માત્ર 18 વર્ષની ઉંમરે તેઓ વર્ષ 1960-65 ના સમયગાળામાં આમોદરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. તેઓની લોકચાહના એટલી હતી કે, કોંગ્રેસ પાર્ટીએ તે સમયે બાયડ વિધાનસભા બેઠક પરથી ઈ.સ. 1980માં ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતાર્યા હતા અને તેઓની જીત થતાં પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા.