29 C
Ahmedabad
Saturday, April 27, 2024

OLX પર વેચાણ કરવા મુકેલ હેરિયર કાર યુવક કઈ રીતે ચોરી કરી ગયો વાંચો :ધનસુરા પોલીસે કાર શોખીન ચોરને ગણતરીના કલાકોમાં દબોચ્યો


લકઝુરિયસ કારના શોખે યુવકને ચોરીના રવાડે ચઢાવતા જેલના સળિયા ગણવાનો વારો આવ્યો
ઓનલાઈન વાહન વેચવા મુકતા વાહન ચાલકો માટે લાલબત્તી સમાન કિસ્સો

Advertisement

ધનસુરાની શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા વેપારીએ તેમની હેરિયર એક્સયુવી કાર ઓએલએક્સ પર વેચવાની જાહેરાત મુકતા ગાંધીનગરના યુવકને લકઝુરિયસ કાર શોખનો કીડો મગજમાં સળવળતા કાર ચોરી કરવા માટે બાઈક પર યુવક હેરિયરની ડુપ્લીકેટ ચાવી સાથે ધનસુરા પહોંચી કારનો ટેસ્ટ ડ્રાઇવ લઇ કાર મૂકી દીધી હતી યુવકે માલિકને હેરિયરની ડુપ્લીકેટ ચાવી આપી ઓરીજનલ ચાવી લઇ લીધી હતી કાર ચોર યુવક રાત્રીના સુમારે વેપારીના ઘર આગળ પાર્ક કરેલી હેરિયર લઇ ઉઠાવી જતા સવારે કાર ચોરી થયાની જાણ થતા તાબડતોડ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી નાખી હેરિયર કાર સાથે યુવકને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

Advertisement

Advertisement

ધનસુરાની શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા કારખાનેદાર દયાનંદ ઉર્ફે પપ્પુભાઈ ઘાસીરામે તેમની લકઝુરિયસ એસયુવી ટાટા હેરિયર ઓએલએક્સ પર વેચાણ કરવા મુકતા ગાંધીનગર કિશાનનગર સોસાયટી સેક્ટર નં-6 માં રહેતો હિમાંશુ કનુભાઈ પાવરા (રહે,સીપુર-પાટણ) ના યુવકને લકઝુરિયસ કારનો શોખ હોવાથી શોખ પૂરો કરવા યુક્તિ કરી હેરિયર કારની ચોરી કરવા ડુપ્લીકેટ ચાવી બનાવી બાઈક લઇ ધનસુરા પહોંચી ટેસ્ટ ડ્રાઇવ લઇ કારની ઓરીજીનલ ચાવી તેની પાસે રાખી વેપારીને ડુપ્લીકેટ ચાવી થમાવી દીધી હતી વેપારી રાબેતા મુજબ કાર ઘર નજીક પાર્ક કરી સુઈ જતા હિમાંશુ પાવરા રાત્રે વેપારીના ઘર આગળ પાર્ક કરેલી કાર લઇ રફુચક્કર થતા ભારે ચકચાર મચી હતી.

Advertisement

Advertisement

ધનસુરા પીઆઇ અલ્કેશ ચૌધરી અને તેમની ટીમે લકઝુરિયસ કાર ચોરી થતા તપાસનો ધમધમાટ શરૂ કરી ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હિમાંશુ પાવરાને ગાંધીનગરથી દબોચી લઇ આગવી ઢબે પૂછપરછ કરી યુવકને ચોરી કરેલ 18 લાખની હેરિયર કાર અને ચોરીના ગુન્હામાં વાપરેલ 25 હજારના સ્પ્લેન્ડર સાથે દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!