38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : ભિલોડાના મોહનપુર નજીક બાઈકને ટ્રકે ટક્કર મારતા પુત્રીની આંખો સામે...

અરવલ્લી : ભિલોડાના મોહનપુર નજીક બાઈકને ટ્રકે ટક્કર મારતા પુત્રીની આંખો સામે પિતાનું કમકમાટી ભર્યું મોત નિપજતાં કરુણતીકા સર્જાઈ

0
154

અરવલ્લી જીલ્લાના ભિલોડાના શામળાજી ધોરીમાર્ગ પર શહીદ પેટ્રોલ પંપ સામે મોહનપુર ગામ પાસે વહેલી સવારે જીવલેણ અકસ્માત સર્જાયો હતો.મઠ ગામના બાઈક ચાલક નું ધટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું.ધટના સ્થળ પર લોકોના ટોંળે – ટોંળા એકત્રિત થઈ ગયા હતા.મઠ ગામમાં ધેરા શોકની કાલીમા પ્રસરી હતી.પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભિલોડા શહેરના મોહનપુર ગામના શહીદ પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહેલ ટ્રકના ચાલકે માંતેલા સાંઠની માફક પુરપાટ ઝડપે ગફલતભરી રીતે ટ્રક હંકારતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો.સિમેન્ટ ભરેલી ટ્રકે બાઈક પર પસાર થતા પિતા-પુત્રીને ટક્કર મારતા બાઈક સવાર રમણભાઈ માધાભાઈ પગી, (આશરે ઉંમર વર્ષ  – 53 ) , રહેવાસી,મઠ,તા.ભિલોડા) નું ધટના સ્થળે કરૂણ મોત નિપજ્યું પરીવારજનો અને સગાં-સબંધીઓ હૈયાફાટ રૂદન કરતા હતા. બાઈક પર સવાર પિતા અને પુત્રી ને સિમેન્ટ ભરેલી ટ્રકે ધડાકાભેર ટક્કર મારતાં બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું.

બાઈક ચાલક ચિબોડા થી મઠ તેઓના ઘર તરફ જતા પિતા અને દીકરી વહેલી સવારે અકસ્માતનો ભોગ બન્યા હતા.જીવલેણ અકસ્માત દરમિયાન પિતાનું મોત દિકરીના શરીર પર વત્તા – ઓછા પ્રમાણ ઈજાઓ પહોંચતા ગંભીર રીતે ધાયલ થયેલ હોય સારવાર અર્થે ખસેડાયા હતા.કિંજલબેન પરમારે જીવલેણ અકસ્માત સંદર્ભે ટ્રક ચાલક વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!