36 C
Ahmedabad
Thursday, April 25, 2024

સાબરકાંઠા: ચિઠોડા બેંક ઓફ બરોડા શાખામાં ગ્રાહકો સાથે ઓરમાયુ વર્તન, ગ્રાહકો પરેશાન


સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના હાર્દસમા ચિઠોડા ગામમાં બેંક ઓફ બરોડાની શાખા વર્ષોથી કાર્યરત છે. પરપ્રાંતીય સ્ટાફ બેંકના ગ્રાહકો સાથે ઓરમાયું વર્તન દાખવતા ભારે રોષ જોવા મળે છે.ગ્રામીણ વિસ્તારના ગ્રાહકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

Advertisement

ચિઠોડા ગામના વેપારી દિપકભાઈ આર.પટેલ સહિત જાગૃત ગ્રામજનોએ જણાવ્યું કે,બેંક ઓફ બરોડાનો સ્ટાફ સમયસર બેંકમાં આવતો નથી,સમયસર બેંક એકાઉન્ટ ઓપનીંગ થતા નથી,ગ્રાહકોને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.ગ્રાહકો સાથે સ્ટાફ ઓરમાયું વર્તન દાખવે છે.જરૂરિયાત વાળા વેપારીઓ અને ગ્રાહકોને સમયસર લોન મળતી નથી,જેમને લોનની જરૂર નથી તેવા ગ્રાહકોને સરળતાથી લોન અપાઈ છે.મેનેજરને મલાઈદાર કવર બંધ બારણે આપો એટલે સરળતાથી લોન મંજુર થાય છે.ગ્રામીણ વિસ્તારમાં બેંક ઓફ બરોડા,ચિઠોડા શાખાના સ્ટાફની બેદરકારીના કારણે ગ્રાહકો અન્ય બેંકો તરફ આકર્ષાઈ રહ્યા છે.

Advertisement

ચિઠોડા ગામના જાગૃત ગ્રામજનો સહિત વેપારીઓએ હિંમતનગર રીજીયોનલ ઓફીસ,બેંક ઓફ બરોડાના રીજીયોનલ મેનેજરને લેખિત પત્ર મારફતે ધારદાર રજુઆત કરાઈ છે પરંતુ આજ દિન સુધીમાં કોઈ યોગ્ય પગલા ભર્યા નથી ત્યારે અત્રે ઉલ્લેખનિય છે કે, સત્વરે ઉચ્ચકક્ષાએ થી બેંકના જવાબદાર અધિકારીઓ ધ્વારા ન્યાયિક કાર્યવાહી હાથ નહી ધરાઈ તો જાગૃત ગ્રાહકો,ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવા ભણકારા વાગી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!