26 C
Ahmedabad
Saturday, April 20, 2024

સાબરકાંઠા : LCBએ બે ઇનોવા અને સ્વીફ્ટ કારમાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ અને પાયલોટિંગ કરતી કારને ફિલ્મી ઢબે ઝડપી


ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ભરેલી ત્રણ કાર સાથે પાયલોટિંગ કરતી કારનો સાબરકાંઠા LCBએ પર્દાફાશ કર્યો
ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે કર્મચારીઓની બુટલેગરો સાથે ભાઈબંધી હોવાની પોલીસ બેડામાં ગણગણાટ
સાબરકાંઠા એલસીબી પોલીસે પાયલોટિંગ કરતા બુટલેગરની સઘન તપાસ કરે તો દારૂની લાઈનનો પર્દાફાશ થવાની સંભાવના

Advertisement

અરવલ્લી-સાબરકાંઠાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો લાઈનો મારફતે દારૂ ઠાલવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે સાબરકાંઠા એલસીબી પોલીસે ઇડરના લાલપુર નજીક પેટ્રોલિંગ હાથધરતાં બે ઇનોવો કાર અને સ્વીફ્ટ કારમાંથી 4.44 લાખનો વિદેશી દારૂ સાથે ત્રણે દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરતી સ્વીફ્ટ કારના ચાલકને ફિલ્મીઢબે પીછો કરી દબોચી લીધો હતો દારૂની હેરાફેરીમાં સંડોવયેલ અન્ય 8 આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા સાબરકાંઠા એલસીબી પોલીસે દારૂની લાઈનનો પર્દાફાશ કરતા ભિલોડા પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે

Advertisement

Advertisement

સાબરકાંઠા એલસીબી એ.જી.રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.જે.ચાવડા અને તેમની ટીમે ઇડર નજીક પેટ્રોલિંગ હાથધરતાં ભિલોડા તરફથી સ્વીફ્ટ કાર પાયલોટિંગ સાથે બે ઇનોવા અને સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની ખેપ થતી હોવાની બાતમી મળતા લાલપુર ગામ નજીક તાબડતોડ ખાનગી વાહનો મારફતે નાકાબંધી કરતા બુટલેગરો નાકાબંધી જોઈ ચારે ગાડીઓ રિવર્સ લઇ પરત ભિલોડા તરફ હંકારી મુકતા એલસીબી પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરતા બુટલેગરો રોડ પર ત્રણ દારૂ ભરેલી કાર મૂકી અંધારામાં ખોવાઈ ગયા હતા પાયલોટિંગ કરતા સ્વીફ્ટ ડિઝાયર સાથે રાજસ્થાન હાદેતરના રફીદખાન જલાલખાન મોઇલાને દબોચી લીધો હતો.

Advertisement

સાબરકાંઠા એલસીબી પોલીસે ત્રણ કારમાંથી વિદેશી દારૂ-બીયર ટીન નંગ-1452/- કીં.રૂ.444060/- તેમજ બે ઇનોવા, બે કાર , મોબાઇલ મળી કુલ રૂ.27.14 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના 1)શાંતિરામ ઉર્ફે શ્રવણ રામારામ બિશ્નોઇ,2)પ્રકાશ બિશ્નોઇ,3) વિષ્ણુ બિશ્નોઇ, 4)દિલીપ ઉર્ફે દિપક સીતારામ રાઠોડ (રહે,શુભલાભ રો-હાઉસ,દિપાલી સો, ઘાટલોડિયા- અમદાવાદ) તેમજ અન્ય ચાર અજાણ્યા શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!