32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home આંતરરાષ્ટ્રીય કાબુલમાં ચાઈનીઝ હોટલમાં બ્લાસ્ટ, ગોળીબારના અવાજથી લોકો બારીમાંથી કૂદતા જોવા મળ્યા

કાબુલમાં ચાઈનીઝ હોટલમાં બ્લાસ્ટ, ગોળીબારના અવાજથી લોકો બારીમાંથી કૂદતા જોવા મળ્યા

0
182

કાબુલના શહર-એ-નાવા સ્થિત ચીનની એક હોટલમાં સોમવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. કેટલાક હુમલાખોરો ગોળીબાર કરતા હોટલમાં ઘુસી ગયા હતા અને હોટલમાંથી ગોળીબારના અવાજ સંભળાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં લોકો હોટલની બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. એવી આશંકા છે કે હુમલાખોરો અંદર લોકોને બંધક બનાવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ જોરદાર વિસ્ફોટ બાદ હોટલમાં આગ લાગી હતી. ચારે બાજુ અરાજકતા છે. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, આ હોટલને ચાઈનીઝ હોટેલ કહેવામાં આવે છે કારણ કે ચીનના વરિષ્ઠ અધિકારીઓ અવારનવાર અહીં આવતા-જતા રહે છે. હજુ સુધી હુમલાખોરોની ઓળખ થઈ શકી નથી.

કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરો ગોળીઓ ચલાવતા હોટલમાં ઘૂસી ગયા હતા. ઘટના બાદ સ્થાનિક તપાસ એજન્સીઓ મામલાની તપાસ કરી રહી છે. હાલ કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોઈને પણ હોટલની આસપાસ જવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. હોટલની અંદરથી ચીસોના અવાજો આવી રહ્યા છે. સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!