26.2 C
Gujarat
Monday, September 14, 2026
Home HeadLines ગુજરાત : કરાટે કોચ જુજારસિંહ વાઘેલા હવે એશિયાઈ દેશોમાં રેફરીની ભૂમિકા નિભાવશે

ગુજરાત : કરાટે કોચ જુજારસિંહ વાઘેલા હવે એશિયાઈ દેશોમાં રેફરીની ભૂમિકા નિભાવશે

0

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં કરાટેનું નામ ઉંચે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અને કરાટેની વિવિધ સ્પર્ધાઓમાં
બંને જીલ્લાના ખેલાડીઓને કોચિંગ આપી દેશભરમાં નામ ગુંજતું કરનાર કરાટે કોચ જુજારસિંહ કે. વાઘેલાએ અમ્માન, જોર્ડન ખાતે યોજાયેલી એશિયન લેવલની રેફરી-જજ પરીક્ષા ૨૦૨૬માં કુમિતે જજ ‘એ’ની પરીક્ષા પાસ ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું

અમ્માન, જોર્ડન ખાતે એશિયન કરાટે ફેડરેશન (AKF) દ્વારા એશિયા લેવલની એશિયન રેફરી-જજ પરીક્ષા–૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં કરાટે કોચ જુજારસિંહ કે. વાઘેલાએ લેખિત તેમજ પ્રેક્ટિકલ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કુમિતે જજ ‘A’ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે.

આ મહત્વપૂર્ણ સિદ્ધિ પાછળ કરાટે ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન’ (KIO)ના પ્રમુખ અને માર્ગદર્શક હાનશી ભરત શર્માજી, જનરલ સેક્રેટરી ક્યોશી સંજીવ જાંગરાજી તથા RC સભ્ય શિહાન શાહીન અખ્તરનું સતત માર્ગદર્શન, પ્રોત્સાહન અને સહયોગ રહ્યો હતો.તેમજ ‘કરાટે-ડો ફેડરેશન ગુજરાત’ના પ્રમુખ અને KIOના ઉપપ્રમુખ હાનશી કલ્પેશ ખત્રીનું પણ સમગ્ર સફર દરમિયાન સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન અત્યંત મૂલ્યવાન રહ્યું હતું.જુજારસિંહ કે. વાઘેલાની આ સિદ્ધિ બદલ સાબરકાંઠા જિલ્લા કરાટે એસોસિએશન દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!