34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસા GIDC ખાતે BSNL કચેરીમાં ભિષણ આગ, સામના બળીને ખાક,...

અરવલ્લી : મોડાસા GIDC ખાતે BSNL કચેરીમાં ભિષણ આગ, સામના બળીને ખાક, ઇન્ટરનેટ અને મોબાઈલ કનેક્ટીવિટી ઠપ્પ

0

અરવલ્લી જિલ્લાના મોડાસાના GIDC માં આવેલી BSNL ઑફિસમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં મોડાસા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવામો પ્રયાસ હાથ ધર્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. પ્રાથમિક તપાસમાં શૉર્ટ સર્કિટ અને પાવર સપ્લાયથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય લાગેલી આે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઑફિસનું શટર તોડી આગ પર કાબૂ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની બે ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગવાની સાથે જ આસપાસના વિસ્તારોમાં બી.એસ.એન.એલ કનેક્ટિવીટી ખોરવાઈ છે.

BSNL કચેરીમાં આ લાગવાનો કૉલ મળતા મિની ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું હતું જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વૉટર બાઉઝર મોકલવાની ફરજ પડી હતી અને આગ પર કાબી મેળવવા ભારે જહેમત ઉઠાવી પડી છે. આગ લાગવાને કારણે GIDC વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા અને મોબાઇલ કનેક્ટિવિટી ઠપ્પ થઇ છે. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મળેવાયો હતો, જોકે આગમાં મોટાભાગનો સામાન બળીને ખાક થઇ ગયો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!