34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત અરવલ્લી : GIDC ખાતે BSNL કચેરીમાં આગ લાગવાથી કલેક્ટર કચેરીમાં GSWAN કનેક્ટીવિટી...

અરવલ્લી : GIDC ખાતે BSNL કચેરીમાં આગ લાગવાથી કલેક્ટર કચેરીમાં GSWAN કનેક્ટીવિટી ઠપ્પ

0

અરવલ્લી જિલ્લાના મોડાસાના GIDC માં આવેલી BSNL ઑફિસમાં આગ લાગતા મોડાસાના હજીરા વિસ્તારમાં BSNL કનેક્ટીવિટી ને અસર પહોંચી છે. આગ લાગવાની ઘટનાને પગલે મોડાસા કલેક્ટર કચેરી ખાતે પણ જીસ્વાન કનેક્ટીવિટી ઠપ્પ થતાં અરજદારોને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ આથે નદી કિનારા પછીના હજીરા, ગણેશપુર સહિતના વિસ્તારમાં મોબાઇલ કનેક્ટીવિટી ને પણ અસર પડી છે. કનેક્ટિવિટી ક્યારે ક્યારે શરૂ થાય છે તે કહેવું મુુશ્કેલ છે, પરંતુ હાલ તો બી.એસ.એન.એલ. મોબાઈલ સેવા તેમજ ઇન્ટરનેટ સેવા હાલ પૂરતી ઠપ્પ થતાં ગ્રાહકોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

શનિવારના રોજ વહેલી સવારે GIDC માં આવેલી BSNL કચેરીમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. પ્રાથમિક તપાસમાં શૉર્ટ સર્કિટ અને પાવર સપ્લાયથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય લાગેલી આે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઑફિસનું શટર તોડી આગ પર કાબૂ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!