29.2 C
Gujarat
Thursday, September 3, 2026
Home ક્રાઇમ અરવલ્લી: ભિલોડામાં હાઈસ્પીડ બાઈક ચોરાયું, બાઈક ધારકોમાં ફફડાટ

અરવલ્લી: ભિલોડામાં હાઈસ્પીડ બાઈક ચોરાયું, બાઈક ધારકોમાં ફફડાટ

0

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે ચોરીઓનો ઉપદ્રવ દિન-પ્રતિ-દિન વધતા પ્રજાજનો ભયભીત છે.વેપારીઓ સહિત બાઈક ધારકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.તસ્કર ટોળકી સક્રિય રહેતા પોલીસ પેટ્રોલિંગ વધારવાની તાતી જરૂરિયાત છે.

ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.ઓ. એ જણાવ્યું કે, ભિલોડામાં કિલ્લોલ હોસ્પિટલ આગળ પાર્ક કરેલ યામાહા કંપનીનું પેસ્ટલ ડાર્ક ગ્રે કલરની હાઈસ્પીડ બાઈક નંબર. (G.J. 31. Q. 3811) ને અજાણ્યા ચોર ઈસમએ બાઈકના સ્ટેરીંગનું લોક તોડીને બાઈકની ઉઠાંતરી કરતા બાઈક ધારકના માથે ચિંતાનું મોઝું ફરી વળ્યું હતું. એક લાખનું હાઈસ્પીડ બાઈક ચોરાઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી. બાઈક ધારક પ્રાઈવેટ નોકરી / ધંધો કરતા મનીષભાઈ રામજીભાઈ તરાર (રહે.વેજપુર,તા.ભિલોડા) કિલ્લોલ હોસ્પિટલ,કોમ્પ્યુટર ઓપરેટરે બાઈક ચોરી સંદર્ભે અજાણ્યા ચોર ઈસમ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે બાઈક ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!