38 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી: માલપુરમાં ફિલ્મ પઠાણનો વિરોધ, ફિલ્મના પોસ્ટર ની હોળી કરી સુત્રોચ્ચાર


સમગ્ર દેશમાં હાલ પઠાણ ફિલ્મનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે હવે ગુજરાતમાં પણ ઠેર ઠેર પઠાણ ફિલ્મનો વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પઠાણ ફિલ્મમાં ભગવા વસ્ત્રોને દર્શાવવાને લઇને આ સમગ્ર પઠાણ ફિલ્મ કોન્ટ્રોવર્સી જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લાના માલપુરમાં પણ પઠાણ ફિલ્મનો વિરોદ થયો હતો અને પોસ્ટરની હોળી કરવામાં આવી હતી., માલપુરના લુણાવાડા રોડ પર મુખ્ય ચાર રસ્તા પર ભારે સુત્રોચ્ચાર સાથે ગુજરાત વાલ્મિકી સંગઠનના આગેવાનો તેમજ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરાયો હતો.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો

મેરા ગુજરાત પ્લેટફોર્મ પર જાહેરાત આપવા સંપર્ક કરો :- 73836 31531

પઠાણ ફિલ્મમાં અભિનેતા શાહરૂખ ખાન અને અભિનેત્રી દીપિકા પાદુકોણ દ્વારા મર્યાદા ઓળંગી અર્ધ નગ્ન વસ્ત્રો પહેરીને એક સામાજિક મર્યાદા ઓળંગી હોવાના આક્ષેપો સાથે સમગ્ર વિવાદ ચાલ્યો છે. હિંદુ સંગઠનોનું કહેવું છે કે, નાણા કમાવવા તમામ મર્યાદા ઓળંગી જતા પહેરવેશ પહેરીને ફિલ્મ રજૂ થતા હિન્દૂ સંસ્કૃતિ અને પરિવાર સાથે ફિલ્મના જોઈ શકીએ એવા દ્રશ્યોને લઈ માલપુર ચાર રસ્તા ખાતે કાર્યકરો એકઠા થઇને પઠાણ ફિલ્મના પોસ્ટર સળગાવી ગુજરાતમાં આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!