28.6 C
Gujarat
Monday, August 10, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મોડાસા રૂરલ પોલીસે છેલ્લા 10 વર્ષથી અમલાઈના આરોપીને ઘરેથી દબોચી...

અરવલ્લી : મોડાસા રૂરલ પોલીસે છેલ્લા 10 વર્ષથી અમલાઈના આરોપીને ઘરેથી દબોચી લીધો, અપહરણના ગુન્હામાં હતો ફરાર

0
132

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે અમલાઈ ગામનો અપહરણના ગુન્હાનો આરોપી છેલ્લા દસ વર્ષથી નાસતો-ફરતો હતો મોડાસા ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે ઘરેથી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

મોડાસા રૂરલ પીએસઆઈ ચેતનસિંહ રાઠોડ અને તેમની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા અમલાઈ ગામનો અને છેલ્લા દસ વર્ષથી અપહરણ અને બળાત્કારના ગુન્હાનો આરોપી સોમાજી દાનાજી ખાંટ તેના ઘરે હોવાની બાતમી મળતા તાબડતોડ પોલીસ સોમાજીના ઘરે ત્રાટકી દબોચી લેતા આરોપીના મોતીયા મરી ગયા હતા છેલ્લા દસ વર્ષથી પોલીસ પકડી ન શકતા સોમાજી ખાંટ બિન્દાસ્ત અમલાઈમાં ફરતો હતો પોલીસે સોમાજી ડામોરને દબોચી લઇ કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!