32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનોની રજૂઆતો સાંભળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનોની રજૂઆતો સાંભળશે

0
146

નવી સરકારનો પ્રથમ ‘સ્વાગત’ કાર્યક્રમ ગુરુવારે 22મી ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યશાસનનું સેવા દાયિત્વ સતત બીજીવાર સંભાળ્યા બાદ આગામી ગુરુવારે, ૨૨મી ડિસેમ્બર ૨૦૨૨ના રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનો-નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના પ્રશ્નો-રજૂઆતોના ટેકનોલોજીના માધ્યમથી નિવારણ માટે શરૂ કરેલા ‘સ્વાગત’ – સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ થ્રૂ એપ્લિકેશન ઓફ ટેકનોલોજીની પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સફળતાપૂર્વક આગળ ધપાવી છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રી ગુરુવારે તા. 22મી ડિસેમ્બરે બપોરે 3 કલાકે મુખ્યમંત્રીના જનસંપર્ક કક્ષ,સ્વર્ણિમ સંકુલ-2 ખાતે યોજાનારા રાજ્ય ‘સ્વાગત’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નાગરિકો-પ્રજાજનોની રજૂઆતો સાંભળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!