32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત ગીરસોમનાથ: કોડીનારમાં વન્ય પ્રાણીએ વૃદ્ધાને ફાડી ખાતા મોત, પંથકમાં અરેરાટી

ગીરસોમનાથ: કોડીનારમાં વન્ય પ્રાણીએ વૃદ્ધાને ફાડી ખાતા મોત, પંથકમાં અરેરાટી

0
140

ગીર સોમનાથ સહિત અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સામાન્ય છે ત્યારે કોડીનાર તાલુકામાં આધેડ મહિલા પર વન્ય પ્રાણીનો હિંસક હુમલો થતાં મોત નિપજ્યું છે. સમગ્ર ઘટના ઘાંટવડ ગામના ચકદડ સીમમાં બની હતી જ્યાં આધેડ મહિલા પર વન્ય પ્રાણીઓ હુમલો કર્યો હતો. મોડી રાત્રે ખેતરમાં આવેલા રહેણાંક વિસ્તારમાં મહિલા કપડાં ધોથી હતી તે સમય દરમિયાન આ સમગ્ર ઘટના બની હોવાની વિગતો મળી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મહિલા ખેતરમાં આવેલા ઘર નજીક કપડાં ધોતી હતી તે સમય દરમિયાન મહિલાને વન્ય પ્રાણીએ ફાડી ખાધી હતી, જેને લઇને મહિલાનું કરૂણ મોત નિપજ્યયું હતું, જોકે મહિલા પર કયા પ્રાણીએ હુમલો કર્યો હતો જે અંગે તપાસ ચાલુ છે. વન્ય પ્રાણીના હિંસક હુમલાને લઇને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!