34 C
Ahmedabad
Thursday, March 28, 2024

રાજ્ય સરકારે કોરોનાની ચિંતા કરી, પણ અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ ચિંતા મુક્ત, કોવિડ હોસ્પિટલને બનાવી દેવાઈ ખંડેર


ચીનમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઇને કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી છે, એટલું જ નહીં હવે રાજ્ય સરકાર પણ બેક ટૂ બેક બેઠકો શરૂ કરી છે. ઉચ્ચ સ્તરિય બેઠક યોજી કોવિડને લઇને ચિંતા વ્યક્ત કરી છે. કોવિડની પ્રથમ અને ત્યારબાદ બીજી લહેરમાં શરૂ કરાયેલી કોવિડ હોસ્પિટલની દશા હાલની સ્થિતિએ બદલાઈ ગઈ છે અને કેટલીક હોસ્પિટલ હાલ ધૂળ ખાઈ રહી છે.

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લાની કોવિડ હોસ્પિટલ આજની સ્થિતિએ પગ મુકવાનો પણ ન થાય તેવી જોવા મળી રહી છે. મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં બેડ તેમજ ઓક્સિજન પ્લાન્ટ ધૂળિયા થયા છે પણ કોઈ દરકાર લેવા તૈયાર ન હોય તેવું લાગે છે. અહીં કોમ્પ્યુટર, સ્ટ્રેચર તેમજ અન્ય સાધન-સામગ્રી જ્યાં-ત્યાં પડી રહેલી જોવા મળી રહી છે એવું લાગે છે કે, અહીં ખરેખર કોવિડ હોસ્પિટલ હતી કે શું ?

Advertisement

એક તરફ રાજ્ય સરકારે કોવિડની ચિંતા કરી છે તો બીજી બાજુ અરવલ્લી જિલ્લા પંચાયત તેમજ તેની આરોગ્ય શાખા જાણે હજુ ઘોર નિંદ્રામાં હોય તેવું પણ સ્પષ્ટ લાગે છે નહીંતર આવી સ્થિતિ કોવિડ હોસ્પિટલની કદાચ ન થઈ હતી.

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એમ.એ. સિદ્દીકે એ કોવિડને લઇને આરોગ્ય વિભાગે તમામ તૈયારીઓ કરી હોવાની વાત કરી છે, તેમણે જણાવ્યું કે, કોવિડના ટેસ્ટિંગ કરીને વેક્સિનેશન સહિતની કામગીરી કરવામાં આવશે. આવા દર્દીઓને પૂરતી સારવાર મળી રહે તે માટે પણ તકેદારી રાખવામાં આવશે. આ સાથે જ જિલ્લાના ભિલોડા, મોડાસા, માલપુર અને વાત્રક મળીને કુલ 5 ઓક્સિજન પ્લાન્ટ હોવાનું જણાવ્યું હતું.

આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયેલા બેડ અને ઓક્સિજનની વાત સાચી છે પરંતુ જ્યારે કોઈ કેસ આવશે ત્યારે કોવિડ હોસ્પિટલની સાફ-સફાઈ હાથ ધરાશે તે એક સવાલ છે. કોવિડ હોસ્પિટલની હજુ પણ કોઈ અધિકારીએ મુલાકાત ન કરી હોય તેવું કોવિડ હોસ્પિટલના વીડિયો જોઈને સ્પષ્ટ લાગી રહ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!