33 C
Ahmedabad
Friday, March 29, 2024

ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, કોરોના-સરકારના 100 દિવસના એજન્ડા મુદ્દે ચર્ચા


ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થોડી જ વારમાં કેબિનેટ બેઠકનું આયોજન આજે કરવામાં આવ્યું છે. ખાસ કરીને કોરોનાને કેન્દ્રમાં રાખીને આજની કેબિનેટ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે. તમામ મંત્રીઓ આ બેઠકમાં હાજર રહેશે. આ ઉપરાંત અન્ય વિવિધ મુદ્દે પણ ચર્ચા સીએમની અધ્યક્ષતામાં કરવામાં આવશે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી પરત ફર્યા છે.  ત્યારે તેઓ આજે કેબિનેટ બેઠક મળી રહી છે.

Advertisement

સ્વર્ણિમ સંકુલ ખાતે સપ્તાહમાં એક વાર કેબિનેટ કક્ષાના મંત્રીઓની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન થતું રહ્યું છે ત્યારે નવી સરકાર બન્યા બાદ રાજ્ય લેવલના કાર્યોને વેગ આપવા માટે કેબિનેટમાં મહત્વના નિર્ણય કરવામાં આવતા હોય છે ત્યારે આજે પણ કેટલાક નિર્ણય કરવામાં આવી શકે છે.

Advertisement

સરકારનો 100 દિવસનો એજન્ડા
આજની કેબિનેટ બેઠકમાં સરકારના 100 દિવસના એજન્ડા પર ચર્ચા થશે. ગાંધીનગરમાં મળનારી બેઠકમાં પ્રથમ સપ્તાહમાં મંત્રીઓએ કરેલી ખાતાકીય સમીક્ષાની વિગતો રજૂ કરવામાં આવશે. આ બેઠકમાં નીતિ વિષયક બાબતો પર ચર્ચા કરવામાં આવશે.

Advertisement

કોરોના મુદ્દે
વિદેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે રાજ્યની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. ગઈકાલે જ હેલ્થ મિનિસ્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ આ મામલે આજે ચર્ચા વિચારણા કરાશે. જરુરી આદેશો પણ સીએમ આજે આ મામલે આપી શકે છે.

Advertisement

નવી સરકાર બન્યા બાદ બીજી વખત કેબિનેટ
નવી સરકાર બન્યા બાદ પ્રથમ કેબિનેટ બેઠક શપથવિધી સમારોહ બાદ યોજાઈ હતી ત્યારે મંત્રીઓને તમામને કેબિન ફાળવ્યા બાદ આજે વહીવટી કાર્યોને લઈને બીજી વખતે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!