29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસ ઠંડીમાં ઠૂંઠવાતા તસ્કરોને મોકળું મેદાન, સહારા સોસાયટીમાં...

અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસ ઠંડીમાં ઠૂંઠવાતા તસ્કરોને મોકળું મેદાન, સહારા સોસાયટીમાં બંધ મકાનમાંથી 2 લાખની ધીંગી ખેપ

0
137

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં તસ્કર ટોળકીએ જમાવટ કરી હોય તેમ સતત ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ઠંડીની શરૂઆત થતાની સાથે ટાઉન પોલીસ ઠુંઠવાઇ ગઈ હોય તેમ તસ્કર ટોળકી સક્રિય બનતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે મોડાસા શહેરની સહારા સોસાયટીમાં બંધ મકાનમાં તસ્કર ટોળકી ત્રાટકી ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીના સહીત 2 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ જતા મકાન માલિક પર આભ તૂટી પડ્યું હતું ટાઉન પોલીસે પ્રાથમીક તપાસ હાથધરી હતી

મોડાસા શહેરની સહારા સોસાયટીમાં રહેતા ઈમ્તિયાઝ અહેમદ કાજી અમદાવાદમાં જીએસટી અધિકારી તરીકે ફરજ બજાવે છે 4 દિવસ અગાઉ પરિવાર ઘર બંધ કરી કામકાજ અર્થે બહાર જતા તસ્કર ટોળકી બંધ મકાનમાં ત્રાટકી ઘરમાં રહેલી તિજોરી અને કબાટમાં રાખેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અંદાજે 2 લાખ રૂપિયાના મુદ્દામાલની બિન્દાસ્ત ચોરી કરીને પલાયન થઇ ગયા હતા ઈમ્તિયાઝ કાજીને ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થતા તાબડતોડ ઘરે પહોંચી ઘરમાં માલસામાન રફેદફે પડેલો જોતા ફાળ પડી હતી ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થતા મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા તાબડતોડ સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!