27.2 C
Gujarat
Monday, August 10, 2026
Home ગુજરાત પાટણ હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિ. ની ભાર્ગવીએ તિરંદાજી ચેમ્પિયનશિપમાં ગુજરાતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો

પાટણ હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિ. ની ભાર્ગવીએ તિરંદાજી ચેમ્પિયનશિપમાં ગુજરાતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો

0
174

પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન ઉત્તર ગુજરાતની કોલેજો માંથી વિવિધ સ્પર્ધામાં ખેલાડીઓ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ની ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ગયા છે. વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી ચેમ્પિયનશિપમાં જમ્મુમાં ફેન્સીંગ બાદ બીજા દિવસે કાશી ખાતે આર્ચરી ( તીરંદાજી) ઓલ ઇન્ડિયા ચેમ્પિયનશિપમાં તખતપુર ની ખેલાડી બીજા ક્રમે રહી ગોલ્ડ મેડલ મેળવતા ગુજરાતમાં સૌપ્રથમ ગોલ્ડ મેડલ મેળવનાર ખેલાડી બની છે.

પંજાબની ગુરુ કાશી યુનિવર્સિટી માં આયોજિત ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી આર્ચરી ચેમ્પિયનશિપ 2022- 23 માં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ની સાબરકાંઠા ની એમ બી પટેલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ તખતપુર ની વિદ્યાર્થી ની ભાર્ગવી વર્ગીસ કુમાર વ્યક્તિગત આર્ચરી ( તીરંદાજી ) ટુર્નામેન્ટમાં ફાઇનલ માં નિશાન બાજીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી બીજા ક્રમ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યું છે. ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવનાર ગુજરાતમાં પ્રથમ મહિલા ખેલાડી હોય પોતાના નામે એક નવો રેકોર્ડ સર્જ્યો છે.ચેમ્પિયનશિપમાં બે બ્રોન્ઝ મેડલ બાદ વધુ એક ગોલ્ડ મેડલ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની ખેલાડી પ્રાપ્ત કરતા ખેલકૂદ ક્ષેત્રે રાજ્યભરમાં ઉત્તર ગુજરાતનું ગૌરવ વધ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!