33 C
Ahmedabad
Friday, March 29, 2024

દાહોદ જિલ્લામા જોવા મળી વિશ્વમા સૌથી ઊંચે ઉડાન ભરતા સારસ પક્ષીની બેલડી


દાહોદ જીલ્લામા મુખ્યત્વે ગરબાડા, ઝાલોદ અને દાહોદ વિસ્તારમા સારસ ક્રેન નામના પક્ષીઓનો અવાજ સાંભળવા મળી રહ્યો છે.

Advertisement

દાહોદ જીલ્લાના વિસ્તારોમા સારસ ક્રેન નામના પક્ષીનો અવાજ સાંભળવા મળી રહ્યો છે, ત્યારે આ પક્ષી વિશ્વનુ સૌથી ઊચુ ઉડતુ પક્ષી છે. આખા ભારત દેશમા જોવા મળતા બીજા પક્ષીઓ કરતા સૌથી મોટુ પક્ષી છે. નર પક્ષીની ઉંચાઈ 160 સેમી જેટલી હોય છે, જ્યારે માદાની ઉંચાઈ નર થી થોડી ઓછી હોય છે.

Advertisement

લાલ ડોક, રાખોડી રંગનુ શરીર અને લાંબા રાતા પગ ધરાવતુ, લગભગ મનુષ્યની ઊંચાઈવાળુ આ મહાકાય પક્ષી તેના આકર્ષક દેખાવ અને છટાદાર ચાલથી અન્ય પક્ષીઓથી જુદુ પડે છે. સારસ ધરતી ઉપર ઊડે છે ત્યારે ભારેખમ લાગે છે. ઊડતા પહેલા પાંખો ફેલાવી જમીન ઉપર કેટલુક અંતર ઝડપથી કાપે છે અને હવામા આવ્યા પછી ડોક આગળ લંબાવી, પગ પાછળ ફેલાવી, પાંખો હળવે હળવે એકધારી વીંઝીને ઝડપથી અને મક્કમ પણે ઊડતુ જાય છે. ભારતમા સારસ ક્રેન પક્ષી 1700 મીટરની ઉંચાઈ સુધી ઉડતા જોવા મળે છે.

Advertisement

સારસ પક્ષીની બેલડી દામ્પત્ય જીવનનુ પ્રતીક માનવામા આવે છે. તે એકજ જીવનસાથી સાથે જીવન માટે સંવનન કરવા માટે જાણીતુ છે. લોકવાયકા મુજબ બેલડીમાથી એકનુ મૃત્યુ થાય તો બીજુ સારસ શોકમગ્ન થઇ મોતને ભેટે છે. આ સારસ પક્ષી મેઇડ ફોર ઈચ અધરની જીવનશૈલી માટે જાણીતુ છે.

Advertisement

સારસ પક્ષી સામાન્ય રીતે તે છીછરા તળાવો, ડાંગરના ખેતરોમા અને ઘાસિયા ભેજવાળા વિસ્તારમા કૃષિ ક્ષેત્રોમા જોવા મળે છે. જેનો મોટેથી અવાજ, કૂદકો અને નૃત્ય જેવી હિલચાલનો સમાવેશ થાય છે. સારસ પક્ષીની મોટાભાગની વસ્તી ઉત્તરપ્રદેશમા જોવા મળે છે. બાકીની વસ્તી ગુજરાત, બિહાર, મધ્યપ્રદેશ,  રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમા વહેંચાયેલી છે.

Advertisement

દાહોદ જિલ્લામા મુખ્યત્વે દાહોદ, ઝાલોદ અને ગરબાડા વિસ્તારમા આ પક્ષીઓની સંખ્યા નોંધાયેલી છે. ચાલુ વર્ષે 23, 24 ડિસેમ્બરની સારસ વસ્તી ગણતરી દરમ્યાન દાહોદ જિલ્લામા નજીક હોલિઆંબા, ફુટેલાવ તળાવ નાનીખરજ, બોરખેડા, પાટાડુંગરી ડેમ અને માછણનાળા ડેમ નજીકના વિસ્તારોમા જોવા મળી રહ્યા છે. અને આજુબાજુના વિસ્તારમા આ પક્ષીઓનો અવાજ સંભળાયેલ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!