આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત નાયબ બાગાયત નિયામકની કચેરી, અરવલ્લી દ્વારા મેઘરજ તાલુકાના લીંબોદરા (રામગઢી) ગામ ખાતે મહિલાઓને વૃત્તિકા (સ્ટાઇપેન્ડ) આપવાની યોજના અંતર્ગત માહિલાઓને પાંચ દિવસીય તાલીમ આપવામાં આવી. તાલીમમાં કુલ- 76 મહિલાઓને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે તેમાંથી બનતા વિવિધ અથાણા, ચટણી, મુરબ્બા, કેન્ડી, જામ, જેલી, સ્ક્વોશ, શરબતો, ડ્રાય પ્રોડકટો જેવી બનાવટોની પ્રેક્ટિકલ સાથે તાલીમ આપવામાં આવી..
તાલીમ દરમ્યાન તાલીમાર્થી મહિલાઓને ગૃહ ઉદ્યોગ સ્થાપી શકે તે માટે ગોપાલ સ્નેક્સ પ્રા. લી. ધનસુરા ખાતે એક દિવસીય સફળ એકમની મુલાકાત તથા નિદર્શન યોજવામાં આવ્યું હતું..
તાલીમ પૂર્ણ થતાં નાયબ બાગાયત નિયામક, ભાવિકભાઈ કરપટિયા તથા જે.આર.દેસાઈ, બાગાયત અધિકારી મેઘરજના હસ્તે મહિલાઓને ફળ અને શાકભાજી પરિરક્ષણની માર્ગદર્શિકા અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. તાલીમનું આયોજન અને સંકલન બાગાયત નિરીક્ષક જે.પી. સોલંકી, માસ્ટર ટ્રેનર સ્મિતાબેન પરમાર તથા પૂજાબેન સુથાર, અનુસૂયાબેન, કૈલાશબેન દ્વારા કરવામાં આવ્યું હતું…