32.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCBએ બાઈક ચોરને ગાજણ ટોલપ્લાઝા પરથી ઝડપ્યો, ઇસરી પોલીસે મંદિરમાં...

અરવલ્લી : LCBએ બાઈક ચોરને ગાજણ ટોલપ્લાઝા પરથી ઝડપ્યો, ઇસરી પોલીસે મંદિરમાં ચોરી કરનાર આરોપીને બાઈક સાથે દબોચ્યો

0
119

અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે ગાજણ ટોલપ્લાઝા નજીક ચોરીના બાઈક સાથે પસાર થતા લબરમૂછિયા રાજસ્થાનના બાઈક ચોરને નેહેરુપુરા કંપામાંથી ચોરેલ બાઈક સાથે ઝડપી લીધો હતો ઇસરી પોલીસે ગોધાવાડા ગામના વીરેશ્વરી માતાજીના મંદિરમાંથી ચોરી કરનાર જામગઢ (વાંસળી) ગામના ચોરને ચોરીના મુદ્દામાલ અને ચોરીની ઘટનામાં વાપરેલ બાઈક સાથે દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના પગલે ગાજણ ટોલપ્લાઝા નજીક વાહન ચેકીંગ હાથધરતાં ચોરીના પલ્સર સાથે રાજસ્થાન તરફથી બાઈક ચોર પસાર થવાનો હોવાની બાતમી મળતા સતર્ક બની બાતમી આધારિત બાઈક ચોર આવતા નહેરુંકંપા ઘર આગળથી ચોરી કરેલ પલ્સર બાઈક સુનીલ પુંજીલાલ અસારી (રહે,ખાનપુર-રાજ) ને ઝડપી પાડી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બાઈક ચોરીના ગુન્હાને ઉકેલી નાખ્યો હતો.

ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોધાવાડા ગામમાં આવેલ વીરેશ્વરી માતાજીના મંદિરમાં ચોરીને અંજામ આપનાર પ્રકાશ પોપટ બરંડા (રહે, જામગઢ-વાંસળી, મેઘરજ) ને ગણતરીના દિવસોમાં દબોચી લઇ મંદિરમાંથી ચોરી કરેલ દાન પેટી અને ઇલોક્ટ્રોનિક્સ સંગીત સામગ્રી સહીત 1.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!