અરવલ્લી જિલ્લામાં નવ વર્ષને લઇને જિલ્લા પૉલિસ તંત્ર દ્વારા દારૂડિયાઓને પકડવા માટે પૉલિસ ફૉર્સને આંતરરાજ્ય સીમા પર તૈનાત કરવામાં આવ્યા છે. નવા વર્ષની ઉજવણી કરીને ગુજરાતમાં આવતા જ અરવલ્લી જિલ્લા પૉલિસ તેમના સ્વાગત માટે તૈયાર હતી અને 18 જેટલા ટલ્લી થયેલાને ઝડપી ડબામાં મુકીને શામળાજી પૉલિસ મથકે લઇ જવાયા હતા.
ગુજરાતમાંથી રાજસ્થાન તરફ નવા વર્ષની ઉજવણી કરવા માટે થનગનાટ હતા અને હોંશભેર રાજસ્થાન તરફ દોટ મુકી હતી, પણ ભૂલી ગયા કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે પાછા ફરશુ તો પૉલિસ આગતા-સ્વાગતા કરવા તૈયાર હશે. આવા 18 જેટલા લોકોને શામળાજી પૉલિસે ઝડપી પાડ્યા હતા.
ડિસેમ્બર મહિનો આવે ત્યારે નવા વર્ષની ઉજવણી માટે યુવાધન થનગનાટ થતું હોય છે પરંતુ આવા લોકોને ખ્યાલ નથી રહેતો કે તેઓ રાજસ્થાન માં નશો કરી ગુજરાતમાં ફરશે તો તેઓનું પૉલિસ ભવ્ય સ્વાગત કરશે અને અરવલ્લી જિલ્લા પૉલિસે કંઈક આવું જ કર્યું હતું અને પીધેલા લોકોને ઝડપી પાડવામાં સફળતા મળી છે અને મોડી રાત્રી સુધી આ કામગીરી યથાવત રાખી હતી.