37.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી : SOGએ ચાઈનીઝ દોરી વેચતા યુવકનો પેચ કાપ્યો, કઉંના વધુ એક...

અરવલ્લી : SOGએ ચાઈનીઝ દોરી વેચતા યુવકનો પેચ કાપ્યો, કઉંના વધુ એક આરોપીને 73 ચાઈનીઝ દોરીની ફીરકી સાથે દબોચ્યો

0
156

જીલ્લામાં ચાઈનીઝ દોરી વેચાણની પેટર્ન બદલાઈ શહેરી વિસ્તારના બદલે હવે ગ્રામ્ય વિસ્તારોમાંથી ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ

ચાઈનીઝ દોરીના વેપલામાં એક ના ત્રણ ગણા થતા અનેક યુવાનો ગેરકાયદેસર વેપારમાં ઝંપલાવ્યું

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે જીલ્લામાં ચાઈનીઝ દોરીનો વેપલો કરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસતંત્રને શખ્ત કાર્યવાહી કરવાનો આદેશ આપતા તંત્ર હરકતમાં આવ્યું છે મોડાસા રૂરલ પોલીસે કઉં ગામમાંથી એક આરોપીને ચાઈનીઝ દોરી વેચાણ કરતા દબોચી લીધાની ગણતરીના કલાકોમાં સ્પેશિઅલ ઓપરેશન ગ્રુપે કઉં ગામમાંથી વધુ એક મોતના સોદાગર આરોપી યુવકને 73 ચાઈનીઝ દોરીની ફીરકીઓ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
જીલ્લા પોલીસતંત્રએ એક જ દિવસમાં બે આરોપીઓને ચાઈનીઝ દોરી વેચાણ કરતા દબોચી લેતા ચાઈનીઝ દોરીનો વેપલો કરતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા

અરવલ્લી જીલ્લા એસઓજી પીઆઈ જી.કે.વહુનીયા અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા કઉં ગામનો વિવેક વસંત ડાભી ચાઈનીઝ દોરીનું ચોરી છુપે વેચાણ કરતો હોવાની બાતમી મળતા કઉં પહોંચી રોડ નજીક ઉભેલા વિવેક ડાભીને ઝડપી પાડી તેની પાસે રહેલા બે થેલાની તપાસ કરતા બંને થેલામાંથી ચાઈનીઝ દોરી ફીરકી નંગ-73 કીં.રૂ.21900/- નો જથ્થો જપ્ત કરી આરોપી વિવેક વસંત ડાભીનો પેચ કાપી નાખ્યા જેવો ઘાટ સર્જાયો છે એસઓજી પોલીસે આરોપી યુવકની ઇપીકો કલમ-188 મુજબ ગુન્હો નોંધી અટકયાત કરી આગળની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!