અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી નાના-મોટા વાહનોમાં વિદેશી દારૂ ભરી ઘુસાડવા બુટલેગરો સતત પ્રયત્નશીલ રહે છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક એસ-ક્રોસ કારનો ફિલ્મી ઢબે પીછો કરી કારની પાછળની ડેકીમાં છલોછલ ભરેલી વિદેશી દારૂની 468 બોટલ ઝડપી લીધી હતી પોલીસે રોડ બ્લોક કરાવતા કારમાં સવાર બંને બુટલેગરો રોડ પર કાર મૂકીની ફરાર થતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા એક શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી એસ-ક્રોસ કારને પોલીસે અટકાવવાનો પ્રયત્ન કરતા કાર ચાલકે ફૂલ સ્પીડે કાર હંકારી મુકતા પોલીસે કારનો પીછો કરી આગળ રોડ બ્લોક કરાવતા કારમાં સવાર બંને બુટલેગરો કાર રોડ પર મૂકી નાસી છૂટતા પોલીસે કારની તલાસી લેતા કારમાંથી 1.44 લાખની વિદેશી દારૂની 468 બોટલ સાથે રૂ.4.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બંને બુટલેગરો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી