34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી : બાયડ પોલીસે લાખેશ્વરી વિસ્તારમાંથી ચાઈનીઝ દોરી વેચતા આરોપીને 97 ફીરકા...

અરવલ્લી : બાયડ પોલીસે લાખેશ્વરી વિસ્તારમાંથી ચાઈનીઝ દોરી વેચતા આરોપીને 97 ફીરકા સાથે દબોચી લીધો

0
134

ઉત્તરાયણને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ઉત્તરાયણના દિવસોમાં ચાઇનીઝ દોરીનો વેપલો કરીને કમાણી કરી લઈને લોકોના જીવન સાથે ચેડાં કરનાર લોકો પણ બેફામ બન્યા છે. ત્યારે, અરવલ્લી જિલ્લામાં એસપી સંજય ખરાત માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે જેને પગલે, ચાઇનીઝ દોરીનો જથ્થો સતત ઝડપાઇ રહ્યો છે બાયડ પોલીસે લાખેશ્વરી વિસ્તારમાંથી ચાઈનીઝ દોરીના 97 ફીરકા સાથે આરોપીને દબોચી લીધો હતો

બાયડ પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે બાયડ શહેરમાં પેટ્રોલિંગ હાથધરી ગેરકાયદેસર રીતે ચાઈનીઝ દોરી વેચાણ કરતા શખ્શોને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા લાખેશ્વરી વિસ્તારમાં રહેતો વિજય નગીન વાઘરી નામનો શખ્સ ઘરે રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા તેના ઘરે ત્રાટકી ઘરની તલાસી લેતા ઘર આગળ ઓસરીમાં પ્લાસ્ટિકના બે ખોખામાં સંતાડીને રાખેલી 29 હજારથી વધુની ચાઈનીઝ દોરીની 97 ફીરકી મળી આવતા પોલીસે વિજય વાઘરીને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!