asd
32 C
Ahmedabad
Friday, September 20, 2024

મારા ઘડતરમાં બનાસકાંઠા નો ખુબ મોટો ફાળો છે..અદાણી


વિશ્વના ત્રીજા નંબરના ધનિક ગૌતમ અદાણીએ માતૃભૂમિ બનાસકાંઠાની બાળપણ ની યાદોને તાજ કરતા કહ્યું થરાદ મારુ વતન અને પાલનપુર મારુ મોસાળ છે…..
પાલનપુરમાં મેં આઈસ્ક્રીમ, સોડા અને કચોરીના સ્વાદ મજા સાથે સિટીલાઈટમાં પિક્ચર જોયા છે.:અદાણી

Advertisement

પાલનપુર તા.

Advertisement

દેશ ના જાણીતા ઉધોગપતિ ગૌતમ અદાણી આજે પાલનપુરમાં આવ્યા હતા. પાલનપુર ની જૂની અને જાણીતી શૈક્ષણિક સંસ્થા વિદ્યામંદિર પાલનપુર ની 75 વર્ષ અને જૈન શિશુ શાળાના 100 વર્ષની ઉજવણીના ભાગરૂપે મહેમાન બનેલા ગૌતમ અદાણી એ પોતાના વિધાર્થી જીવનના સંસ્મરણો ને યાદ કર્યા હતા.આ અંઞે વધુ વિગતો આપતાં અમારા બનાસકાંઠા જિલ્લાના સંવાદદાતા હરેશ જી. જોષી પાલનપુર નો અહેવાલ જણાવે છે કે, વિદ્યામંદિર ટ્રસ્ટના વર્તમાન ચેર પર્સનશ્રી આશિષભાઈ (રાજા) એ પાલનપુરના વિદ્યા મંદિરને અને જૈન શિશુ શાળાને 100 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે ભવ્યાતિભવ્ય ભવ્ય બે દિવસ નો સુંદર કાર્યક્રમ યોજ્યો હતો. વિદ્યામંદિર ટ્રસ્ટનું સંચાલન મુળ પાલનપુરી જૈનો મુંબઈથી કરે છે. આ સંસ્થા આજે સમગ્ર ગુજરાત ભરમાં મોટી નામના ધરાવી રહી છે.

Advertisement

અદાણીએ ડીસા અને પાલનપુરમાં 50 વર્ષ પહેલા જીવનના યાદગાર દિવસો ને તાજા કર્યા હતા.તેમને વિધાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે મારી માતૃભૂમિ આવવાનો આનંદ અનેરો હોય છે.મારુ વતન થરાદ અને મારું મોસળ પાલનપુર છે.
મારા જીવનના યાદગાર દિવસો મેં અહીંયા કાઢ્યા છે.અદાણી એ જવાનીના સંસ્મરણો યાદ કરતા જણાવ્યું હતું કે હું દર મહિને ડીસાથી પાલનપુર આવતો હતો.તેમજ પાલનપુરમાં કીર્તિસ્તંભ પાસે આઈસ્ક્રીમ,દિલ્હી ગેટ પાસે સોડા અને મોટી બજાર માં ભીખાભાઇ ની કચોરીના સ્વાદ ની મજા માણી છે.તેમજ સિટીલાઈટ થિયેટર માં પિક્ચર પણ જોયા છે. તેમજ પીકનીક બાલારામ નદીના ઝરણા ન્હાવવાનો આનંદ પણ લીધો છે. અદાણી એ વધુમાં જણાવ્યું હતું કે મારા ઘડતરમાં બનાસકાંઠા નો ખુબ જ મોટો ફાળો છે.તેમને કહ્યું હતું ભારત એક એવા તબક્કામાં ઉભુંછે કે યંગ ઇન્ડિયા ભારત નો ભવિષ્યનું નિર્માણ કરશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!