27 C
Ahmedabad
Saturday, April 27, 2024

અરવલ્લી : મોડાસાના વારિગૃહમાં ક્લોરીન ગેસ લીક થતા અફડાતફડી, સોસાયટી વિસ્તારમાં લોકોને આંખો બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ


મોડાસા નગર પાલિક સંચાલિત વારિગૃહમાંથી સમગ્ર શહેરમાં પાણીનો જથ્થો શુદ્ધ કરી પહોંચાડવામાં આવી રહ્યો છે વારિગૃહમાં રહેલા ક્લોરીન ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા ક્લોરીન ગેસ લીક થઇ હવામાં ભરી પ્રસરતા નજીકમાં આવેલા રહેણાંક વિસ્તાર અને સોસાયટીના રહીશોને આંખોમાં બળતરા થવાની સાથે ગૂંગળામણ તેમજ ખાંસી ઉપડતા ભારે અફડાતફડી મચી હતી ક્લોરીન ગેસ લીકેજની જાણ વારીગૃહમાં રહેતા કર્મચારીને થતા કર્મચારીએ સમય સુચકતા વાપરી ગેસ લીકેજ દૂર કરતા મોટી દુર્ઘટના ઘટતી અટકી ગઈ હતી

Advertisement

મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં ધુણાઈ માતા મંદિર રોડ પર નગર પાલિકા સંચાલિત વારિગૃહની આસપાસ રહેતા લોકોને મંગળવારે રાત્રીના દસ વાગ્યાના સુમારે અચાનક આંખોમાં બળતરા થવાની સાથે શ્વાસ લેવામાં તકલીફ પડતા લોકો કડકડતી ઠંડીમાં ઘરની બહાર દોડી આવ્યા હતા અને વારિગૃહમાં ક્લોરીન ગેસ લીકેજ થયો હોવાની જાણ થતા લોકો મોટી સંખ્યામાં વારિગૃહ દોડી આવ્યા હતા વારિગૃહમાં ફરજ બજાવતા કર્મચારીએ ક્લોરીન ગેસ લીકેજ દૂર કરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ સત્તાધીશોને કરી હતી

Advertisement

વારિગૃહ આજુબાજુ વિસ્તારમાં રહેતા રહીશોના જણાવ્યા અનુસાર રાત્રે અચાનક આંખોમાં બળતરા થવાની સાથે ઉધરસ આવતા અને શ્વાસ લેવામાં તકલીફ પડતા ઘરની બહાર લોકો દોડી આવ્યા હતા અને ધીરે ધીરે અનેક લોકોને ક્લોરીન ગેસ હવામાં પ્રસરતા ગૂંગળામણ અનુભવી હતી જો કે વારિગૃહના કર્મચારીએ સમયસૂચકતા વાપરી ક્લોરીન ગેસ લીકેજ દૂર કરતા મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!