32.3 C
Gujarat
Friday, July 17, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મોડાસા શહેરમાંથી રીક્ષાની ચોરી કરી ધનસુરા રોડ પર ખોડીયાર મંદિર...

અરવલ્લી : મોડાસા શહેરમાંથી રીક્ષાની ચોરી કરી ધનસુરા રોડ પર ખોડીયાર મંદિર પાસે મૂકી ચોર ફરાર, નેત્રમ કેમેરાએ રીક્ષા શોધી

0
144

અરવલ્લી જીલ્લામાં છાસવારે વાહનચોરીની ઘટના બની રહી છે મોડાસા શહેરના કોલેજ રોડ પર આવેલી કલંદરી મસ્જીદ બહાર રીક્ષા પાર્ક કરી રીક્ષા ચાલક નમાજ પઢવા ગયો હતો નમાજ પઢી બહાર આવતા મસ્જિદ આગળ પાર્ક કરેલી રીક્ષા ગાયબ થતા ચોંકી ઉઠ્યો હતો રીક્ષાની શોધખોળ કર્યા બાદ રીક્ષા ન મળતા ટાઉન પોલીસ સ્ટેશનમાં રીક્ષા ચોરીની ફરિયાદ નોંધાવતા નેત્રમની મદદથી ચોરી થયેલ રીક્ષા પોલીસે શોધી કાઢી ગણતરીના કલાકોમાં રીક્ષા ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી દીધો હતો

મોડાસા શહેરની નાની વ્હોરવાડના જમાદારના ડેલામાં રહેતા મોહમ્મદ શહીદ મુનીરમોહમ્મદ જમાદાર રીક્ષા ચલાવી જીવનનિર્વાહ ગુજારે છે મંગળવારે સાંજના સુમારે કોલેજ રોડ પર આવેલી કલંદરી મસ્જિદમાં નમાજ પઢવા મસ્જીદ બહાર રીક્ષા પાર્ક કરી નમાજ પઢી પરત આવતા રીક્ષા જોવા ન મળતા સમગ્ર વિસ્તારમાં રીક્ષા અંગે શોધખોળ હાથધરી રીક્ષાનો અત્તોપતો ન લાગતા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા નેત્રમ કેમેરાની મદદ લેતા કેમેરામાં રીક્ષા ચોરી કરનાર ચોર રાણાસૈયદ તરફ જતો જોવા મળતા ટાઉન પોલીસે તાબડતોડ ધનસુરા રોડ પર તપાસ હાથધરતા ચોરી કરેલી રીક્ષા ખોડિયાર માતાજી મંદિર આગળ બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસે રીક્ષા રિકવર કરી રીક્ષા માલિકને સુપ્રત કરી ગણતરીના કલાકોમાં શહેરમાંથી ચોરી થયેલ રીક્ષાનો ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!