37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ 4 વર્ષની બાળકી પર દૂષ્કર્મ કરનાર હેવાનને LCB પોલીસે દબોચી લીધો :...

4 વર્ષની બાળકી પર દૂષ્કર્મ કરનાર હેવાનને LCB પોલીસે દબોચી લીધો : કોર્ટમાં રજૂ કરતા સેશન્સ કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર

0
514

અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં 4 વર્ષિય બાળકીનું દૂષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીને મોડાસાની સેસન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના રીમાન્ડ મંજૂર કરતા વધુ પૂછપરછ હાથ ધરાય તેવી શક્યાતાઓ છે. હોળીની રાત્રીએ 11 વાગ્યાના સુમારે ઘરની બહાર આંગણામાં ઉંઘી રહેલી 4 વર્ષીય બાળકીને નજીકમાં રહેતા 24 વર્ષીય નરાધમ યુવકે ઉઠાવી જઈ નજીકમાં રહેલા ખેતરમાં લઇ જઈ બાળકી પર દૂષ્કર્મ આચરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી. સમગ્ર ઘટનાની ગંભીરતા જોઇ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે દૂષ્કર્મી યુવકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટના એટલી હદી ગંભીર હતી કે તાત્કાલિક એલસીબી પોલીસ તપાસમાં જોતરાઈ હતી અને ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લઇ તપાસનો ધમધમાટ શરૂ કરતા આરોપી ઝડપી લેવાયો હતો. આરોપીને સેશન્સ કોર્ટમાં રીમાન્ડ માટે રજૂ કરાતા નામદાર કોર્ટે ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા.

શું હતી સમગ્ર ઘટના વાંચો એક વાર હેવાનિયતની હદ

હોળી પર્વની રાત્રીએ માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં 24 વર્ષીય ગાજર તરીકે પંકાયેલા નરાધમ યુવકે એક પરિવારની 4 વર્ષીય દીકરીને ઘર આગળ ઉંઘી રહેલી હાલતમાં જોતા નરાધમ યુવકના મનમાં વાસનાનો કીડો સળવળતા બાળકીને ખેતરમાં ઉઠાવી જઈ દૂષ્કર્મ આચરી ખેતરમાં તરછોડી ફરાર થઈ ગયો હતો પરિવારે બાળકીની શોધખોળ કરતા ખેતર નજીક રડતી મળી આવતા અને બાળકી સાથે અઘટીત ઘટના બની હોવાનું જણાઈ આવતા પરિવારજનોની હાલત પગ નીચેથી ધરતી સરકી ગઈ હોય તેવી બની હતી.

દુષ્કર્મનો ભોગ બનેલ 4 વર્ષની બાળકીની માતાએ માલપુર પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા માલપુર પોલીસે યુવક વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી દુષ્કર્મનો ભોગ બનેલી 4 વર્ષીય બાળકીને સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડી શારીરક પરીક્ષણ માટેની તજવીજ હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!