38 C
Gujarat
Sunday, July 12, 2026
Home સ્પોર્ટ્સ અરવલ્લી : ખેલ મહાકુંભ અંતર્ગત મોડાસા ખાતે જિલ્લા કક્ષાની હોકી ટુર્નામેન્ટનો પ્રારંભ

અરવલ્લી : ખેલ મહાકુંભ અંતર્ગત મોડાસા ખાતે જિલ્લા કક્ષાની હોકી ટુર્નામેન્ટનો પ્રારંભ

0
505

ખેલ મહાકુંભ અતંર્ગત અરવલ્લી જિલ્લામાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોડાસા ખાતે 20 માર્ચના રોજ હકી ટુર્નામેન્ટન પ્રારંભ કરવામાં આવ્યો હતો. મોડાસાની શ્રી.કે.એન.શાહ હાઈસ્કૂલના મેદાનમાં જિલ્લા રમત-ગમત અધિકારી હર્ષાબહેન ઠાકોરે હોકી ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. ટુર્નામેન્ટની શરૂઆતમાં તમામ ખેલાડીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

જિલ્લા કક્ષાની હોકી ટુર્નામેન્ટમાં આ પહેલા 26 અને 27 માર્ચના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જો કે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને 20 માર્ચના રોજ હોકી ટુર્નામેન્ટ આયોજના કરવાનું નક્કી કરવામાં આવતા રવિવાર 20 માર્ચના રોજ પ્રારંભ કરવામાં આવતા ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટમાં અંડર 14, અંડર 17 અને ઓપન એઇજ ગૃપ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, 13 માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 મા ખેલ મહાકુંભનો અમદાવાદ ખાતેથી રંગારંગ પ્રારંભ કરાવ્યો હતો, જેની શરૂઆત અરવલ્લી જિલ્લામાં પણ થઇ ચૂકી છે અને ખેલાડીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. કોરોના વાઈરસની મહામારી પછી એટલે કે, 2 વર્ષ પછી રમતોત્સનું આયોજન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!