30.6 C
Gujarat
Thursday, July 16, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસાની નાલંદા-2 રહેતા સેજલ પટેલ નામની શિક્ષિકાનું અકસ્માતમાં મોત નિપજતા...

અરવલ્લી : મોડાસાની નાલંદા-2 રહેતા સેજલ પટેલ નામની શિક્ષિકાનું અકસ્માતમાં મોત નિપજતા શિક્ષણજગતમાં શોકની લાગણી

0
254

અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરી બેફામ ગતિએ વાહનો હંકારી અકસ્માતની હારમાળા સર્જી રહ્યા છે માલપુર તાલુકાના શિવપુરા કંપા પાટિયા નજીક એક્ટિવાને ધડાકાભેર રીક્ષાએ ટક્કર મારતા એક્ટિવા ચાલક શિક્ષિકા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે માલપુર સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપી મોડાસા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા સારવાર દરમિયાન કમકમાટી ભર્યું મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું શિક્ષણ જગતમાં શોકનું મોજું છવાયું હતું

મોડાસા શહેરની નાલંદા-2 સોસાયટીમાં રહેતા અને મેઘરજ તાલુકાની બોડી સીમડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સેજલબેન ગિરીશભાઈ પટેલ રાબેતા મુજબ બુધવારે એક્ટિવા લઇ શાળાએ નીકળ્યા હતા જીતપુર થી લાલોડિયા રોડ પર શિવરાજપુરા કંપા પાટિયા નજીક પસાર થતા યમદૂત બની આવેલી રિક્ષાના ચાલકે એક્ટીવાને જોરદાર ટક્કર મારતા સેજલબેન એક્ટિવાના આગળના ભાગના ભુક્કા બોલાઈ ગયા હતા શિક્ષિકા રોડ પર પટકાતા શરીરે ગંભીર ઇજા થતા સ્થળ પર લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે શિક્ષિકાને સારવાર અર્થે મોડાસા ખસેડાતા સારવાર કારગત નીવડે તે પહેલા પ્રાણ પંખેરું ઉડી જતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી માલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!