29 C
Ahmedabad
Friday, April 26, 2024

પંચમહાલ: શહેરા તાલુકામાં 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામા આવી


શહેરા,
પંચમહાલ જીલ્લામાં 74માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામા આવી હતી. તાલુકાકક્ષાનો કાર્યક્રમ બાહી કુમારશાળા ખાતે રાખવામા આવ્યો હતો. આ સિવાય તાલુકામાં આવેલી વિવિધ પ્રાથમિક તેમજ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા અને કોલેજો ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. આ ધ્વજવંદન કાર્યક્રમમાં શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામા આવ્યા હતા.
પંચમહાલ જીલ્લામાં 74માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ પુર્વક ઉજવણી કરવામા આવી હતી.શહેરા તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટીએડા દ્વારા તિરંગો ફરકાવામા આવ્યો હતો. અને સલામી આપવામા આવી હતી. આ પ્રસંગે તાલુકા પંયાયત કચેરીની વિવિધ શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.ગ્રામીણ વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભારે દેશપ્રેમ રાખીને કરવામા આવી હતી. તાલુકાની લાભી પ્રાથમિક શાળા ખાતે ગામની ભણેલી દિકરી ના હસ્તે ધ્વજવંદન કરવામા આવ્યું હતું.પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમા બાળકોએ દેશદાઝના ગીતો,નાટકો,દેશનેતાઓના વિશે વકૃત્વ સ્પર્ધાઓ,ડાન્સ કાર્યક્રમ રજુ કર્યા હતો. વિવિધ તાલુકાથી જીલ્લાકક્ષાની સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામો આપવામા આવ્યા હતા. શહેરા તાલુકામાં આવેલી વિવિધ સરકારી કચેરીઓ ખાતે પણ ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામા આવી હતી. શહેરા તાલુકાના બાહી ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાએ ૭૪માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામા આવી હતી.જેમા શહેરા પ્રાંત અધિકારી અને એમ પ્રજાપતિ ના વરદહસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટાફ હોમગાર્ડ સ્ટાફ જીઆરડી સ્ટાફ દ્વારા પરેડ સલામી આપવામાં આવી હતી. જેમાં પ્રાંત અધિકારી એન એમ પ્રજાપતિ મામલતદાર શહેરા તેમજ ટીડીઓ શહેરા, જિલ્લા કારોબારી અધ્યક્ષ , ગામના સરપંચ ,તાલુકા પંચાયતના સભ્યો બ્રહ્માકુમારી રતન દીદી આ ધ્વજ વંદન માં ઉપસ્થિત રહ્યા હતા.સાથે સાસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામા આવ્યુ હતું,દેશભક્તિ અભિનય, નાટક, વગરે બાળકો દ્વારા રજૂ કરાયા હતા. અને તેમને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા.સારી કામગીરી કરનારા કર્મચારીઓને પણ સન્માનપત્રો આપવામા આવ્યા હતા.ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્ર્મ કરવામા આવ્યું હતુ.ધ્વજવંદન કાર્યક્રમ શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!