ભારતની મુલાકાત પહોંચેલા જાપાનના પ્રધાનંત્રી ફુમિયા કિશિદાએ પ્રાધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ભારત અને જાપાન વચ્ચે 6 સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. શનિવાર સાંજે દિલ્હી ખાતે ઉચ્ચ સ્તરિય બેઠકમાં આ સમજૂતી કરવામાં આવી છે, જેમાં સાઇબર સુરક્ષા, સ્વચ્છ ઉર્જા, વિકાસ, અને શહેરી વિકાસ સંબંધી સમજૂતી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફુમિયો કિશિદાની સાથે સંયુક્ત વાર્તાલાપ દરમિયા સંબોધન કરતા જણાવ્યું કે, જાપા આગળના પાંચ વર્ષમાં ભારતમાં ત્રણ લાખ, વીસ હજાર કરોડનું રોકાણ કરશે.
આ સાથે જ ભારતનો સૌથી મોટો બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પણ વેગ મળશે અને આ કામગીરી પૂર ઝડપે ચાલી રહી હોવાનું જણાવ્યું. જાપાનના પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, બન્ને દેશ ‘વન ટીમ-વન પ્રોજેક્ટ’ હેઠળ કામગીરી કરી છે. આ પ્રોજેક્ટ ભારત-જાપા પાર્ટનરશીપ નું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે ઉમેર્યું કે, મને ખુશી છે કે, વર્ષ 2014માં નિર્ધારિત 3.5 ટ્રિલિયન જાપાનિઝ યેનનું ઇન્વેસ્ટ કરવાનો ટાર્ગેટ પૂર્ણ કર્યો છે અને આગળના પાંચ વર્ષમાં પાંચ ટ્રિલિયન યેન મતલબ ત્રણ લાખ વીસ હજાર કરોડ રૂપિયાનો નવા ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે.





