34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home રાષ્ટ્રીય AAP ધારાસભ્યોને કેજરીવાલે આપ્યો મંત્ર, કહ્યું – આવી રીતે કરો કામ

AAP ધારાસભ્યોને કેજરીવાલે આપ્યો મંત્ર, કહ્યું – આવી રીતે કરો કામ

0

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબ આમ આદમી પાર્ટીના તમામ 92 ધારાસભ્યો સાથે વીડિયો કોન્ફરન્સ થકી વાતચીત કરી, જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ઉપસ્થિત રહ્યા હતા.  અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ધારાસભ્યો શાળાઓ અને હોસ્પિટલની તપાસ કરે પણ ગેરવર્તણૂક નહીં. તો મુખ્યમંત્રી માને કહ્યું કે, અધિકારીઓને ડરાવવાને બદલે તેમને એમ પૂછો કે આને કેવી રીતે સુધારી શકાય

અરવિંદ કેજરીવાલના સંબોધમાં કહ્યું કે, ચાર રાજ્યોમાં જીત પછી ભાજપમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. પંજાબમાં સરકાર કામ કરવા લાગી છે. તેમણે એમપણ કહ્યું કે, મોટાભાગના લોકોને તેઓ જાણે છે અને 90 થી 95 ટકા લોકો પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. તેમણે આડકતરી રીતે એમ પણ કહ્યું કે, આપ પાર્ટીએ મોટા નેતાઓને હરાવ્યા છે, જનતાએ હરાવ્યા છે, અભિમાન કરવાનું નથી.

કેજરીવાલે કહ્યું કે, આજે તેઓ ઘણા ખુશી અને ભાવૂક છે કે પંજાબની જનતાએ ઘણો જ પ્રેમ વરસાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ભગવંત માને સારૂ કામ કર્યું છે, તેમણે કહ્યું કે, માન સાહેબની સમગ્ર દેશમાં ચર્ચાઓ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!