28.7 C
Gujarat
Saturday, August 29, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCB પોલીસે નાસતા-ફરતા ધંધાસણના બુટલેગર નગીન બરંડાને નવા પાલ્લા રોડ...

અરવલ્લી : LCB પોલીસે નાસતા-ફરતા ધંધાસણના બુટલેગર નગીન બરંડાને નવા પાલ્લા રોડ પરથી દબોચી લઇ જેલ પાછળ ધકેલ્યો

0

અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા શામળાજી પંથકમાં પેટ્રોલિંગ હાથધરતા શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહોબિશનના 4 ગુન્હામાં નાસતા ફરતા ધંધાસણના બુટલેગર નગીન બરંડાને પાલ્લા રોડ પરથી દબોચી લઇ શામળાજી પોલીસને સુપ્રત કર્યો હતો

અરવલ્લી એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પકડથી દૂર રહેલા ગુન્હેગારોને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી પેટ્રોલિંગ હાથધરતાં શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ચાર ગુન્હાનો આરોપી અને છેલ્લા 8 મહિનાથી પોલીસને હાથતાળી આપતો ધંધાસણનો બુટલેગર નગીન શંકર બરંડા નવા પાલ્લા ગામના રોડ પર ટહેલતો હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ નવા પાલ્લા રોડ પર વોચ ગોઠવી નગીન બરંડાને કોર્ડન કરી દબોચી લેતા બુટલેગરના મોતિયા મરી ગયા હતા એલસીબી પોલીસે બુટલેગરની અટકાયત કરી શામળાજી પોલીસને સોંપી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!