38 C
Ahmedabad
Friday, April 19, 2024

કઠવાવડી વસાહતમાં : ગટર લાઇન બ્લોક થઈ જતા ગંદુ પાણી રસ્તા પર વહેતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો, ડીડીઓને રજુઆત


ચાર વર્ષ અગાઉ જ નાખેલી ગટર લાઈન ઉઘાડા ઢાંકણાઓને કારણે માટી ભરાઈ જતા બ્લોક થઈ

Advertisement

વિજયનગર તાલુકાના કઠવાવડી વસાહતમાં આવેલ દરબાર ગઢ વિસ્તારમાં ગટર લાઇન બ્લોક થઈ જતા ગંદુ પાણી રસ્તા પર વહેતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ગામના નાગરિકોએ આ અંગે સાબરકાંઠા ,ડીડીઓને રજુઆત કરીને પણ થાકયા છતાં કઈ જ કાર્યવાહી નહિ થતાં વધુ એક સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર રજૂ કરીને આ સમસ્યા હલ કરવા માંગણી કરી છે.વિજયનગર ના કઠવાવડી ગામમાં ચાર વર્ષ અગાઉ જ નાખેલી ગટર લાઈન ઉઘાડા ઢાંકણાઓને કારણે માટી ભરાઈ જતા બ્લોક થઈ જવા પામેલ છે એ માટે જે તે સમયે પંચાયતે કોઈ ધ્યાન નહિ આપતા માટી ભરાઈને ગટર બ્લોક થઈ ગઈ છે.

Advertisement

જે આશરે એક વર્ષ પહેલા ગટર લાઈન માં ચોમાસાનુ પાણીના કારણે બ્લોક થઈ ગઈ હતી તે સમય દરમ્યાન ગ્રામ પંચાયત ને વારંવાર મૌખિક લેખીત રજુઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ નથી ત્યાર બાદ ચાર મહિના પહેલા ગ્રામ પંચાયત દ્વારા ચોમાસા દરમ્યાન ગટર લાઈન કુંડી મરામત કરવા માટે કામગીરી કરેલ પણ એ ગટર લાઈનની કુંડી ખુલ્લી રાખવામાં આવેલ હતી ત્યારે ચોમાસાનુ પાણી માટી કચરા સાથે ગટરની પાઈપલાઈન માં જવાથી ગટર બ્લોક થય ગયેલ હતી ત્યાર બાદ ગ્રામ પચાયાત ને ફરી થી વારંવાર રજૂઆત કરવા થી ગટર લાઈન ની કુંડી નો આકાર નાની સાઇઝ માં કરતા પાણી નો યોગ્ય નિકાલ ન થવાં થી એ પાણી ફળિયામાં બીજી ગટર લાઈન ની કુંડી દ્વારા ફળિયા માં વહેતું રહે છે જેના કારણે રસ્તામાં ચાલવા માં બહુજ તકલીફ પડે છે અને ગટર લાઇન ના ગંદા પાણી ના કારણે મચ્છરનો ઉદભવ વધી ગયો છે અને રોગ ચાળો ફેલાય એવી દહેશત છે અને જેના કારણે કોલેરા મલેરીયા ડેન્ગ્યુ જેવા રોગો ગટર લાઇન ના પાણીની દુર્ગંધ વાસ આવે છે છતાં પંચાયત દ્વારા કોઈ પણ પગલા ભરવામાં આવે નથી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!