29.2 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines લગ્નમાં ભંગ : Dj વાલે બાબૂ મેરા ગાના બજા… પર ધીરે સે…...

લગ્નમાં ભંગ : Dj વાલે બાબૂ મેરા ગાના બજા… પર ધીરે સે… મોડાસા ટાઉન પોલિસે 3 Dj વગાડનાર સામે કરી કાર્યવાહી

0
329

હાલ લગ્ન સીઝન ચાલી રહી છે, જોરશોરથી ડીજે વગાડી લગ્નમાં જાનૈયાઓ મસ્ત થયા છે પણ ડીજે સંચાલકો બહુ ઉત્સાહમાં ન આવી જતાં કારણ કે, પોલિસ કાર્યવાહી કરી શકે છે. અરવલ્લી જિલ્લા પોલિસે આવી જ એક કાર્યવાહી મોડાસામાં કરી છે અને ત્રણ ડીજે સંચાલકો સામે કાર્યવાહી કરીને લગ્નમાં ભંગ પાડ્યો છે.

મોડાસા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડીજે નિકળ્યા હતા, જેનો અવાજ અતિશય હતો જેને લઇને પોલિસ પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી છે. મોડાસા શહેરના ડબગરવાડા વિસ્તારમાં ડીજે જોરશોરથી વાગતું હતુ જેની ફરિયાદ પોલિસને મળતા પોલિસ પહોંચી ડીજે જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ સાથે જ મેઘરજ રોડ પર પાવનસિટી વિસ્તારમાં બે જગ્યાએ ડીજે નિકળ્યા હતા ત્યારે અહીં પણ પોલિસે કાર્યવાહી કરીને ડીજે જપ્ત કર્યા છે. પોલિસે કુલ 11,84,500 રૂપિયાનો ડીજે વાહન સહિત ડીજે નો સામાન જપ્ત કરીને સોનાભાઈ મોતીભાઈ ખાંટ, શૈલેષભાઈ ચીમનભાઈ માછી અને રાહુલ રતીલાલ મેઘા સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

લગ્નમાં નિયમ કરતા વધારે અવાજથી ડીજે વગાડવામાં આવતા હોય છે હરિફાઈમાં ડીજે સંચાલકો જોરજોરથી વગાડીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોય છે ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિને ડામવા માટે પોલિસ પણ હવે એક્શનમાં આવી છે. આવા જ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ત્રણ ડીજે સંચાલકો સામે પોલિસે લાલ આંખ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!