38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : જિલ્લા ન્યાયાલય નજીક ડમ્પિંગ સાઈટ બંધ કરવા HC નો હુકમ,...

અરવલ્લી : જિલ્લા ન્યાયાલય નજીક ડમ્પિંગ સાઈટ બંધ કરવા HC નો હુકમ, ગંદકીના ડુંગર તાત્કાલિક હટાવવા વકીલ આલમની માંગ

0
748

અરવલ્લી જિલ્લાના મોડાસામાં નગરપાલિકા સંચાલિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાઈટ બંધ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે. જિલ્લા ન્યાયાલય નજીક ડમ્પિંગ સાઈટ ચાલતી હતી જેને લઇને દુર્ગંધ આવતા અરવલ્લી જિલ્લા બાર એસોસિએશન તેમજ વકીલો દ્વારા આ અંગે લડત આપવામાં આવી હતી, જેમાં મોડાસા ખાતે આવેલી જિલ્લા કોર્ટ ની બાજુમાં પાલિકા ની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. મોડાસા બાયપાસ જિલ્લા ન્યાયાલય નજીક મોડાસા શહેરનો કચરો ઠાલવવામાં આવતો હતો, જેને લઇને અરવલ્લી જિલ્લા બાર એસોસિએશન દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી, કલેક્ટરને આવેદન પત્રો પણ અપાયા હતા, જોકે યોગ્ય કાર્યવાહી ન થતાં આખરે કોર્ટના દ્વાર ખટખટાવી ન્યાયની માંગ કરવામાં આવી હતી, જ્યાં નીચલી કોર્ટમાં પણ વકીલ આલમની જીત થઇ અને હાઈકોર્ટમાં પણ જીત થતાં ડમ્પિંગ સાઈટ બંધ કરવા હુકમ કરવામાં આવતા, વકીલ આલમમાં ખુશી પ્રસરી છે.

આ સાથે જ અરવલ્લી જિલ્લા સિનિયર એડવોકેટ હીરાભાઈ પટેલનું કહેવું છે કે, જિલ્લા ન્યાયલયની બાજુમાં ગંદકીના ડુંગરો ઊભા કર્યા છે, જેને કારણે વાતાવરણ પ્રદૂષિત થઇ રહ્યું છે. તાત્કાલિક અસરથી ડમ્પિંગ સાઈટ ખાલી કરવું જરૂરી છે. જો પાલિકા દ્વારા તાત્કાલિક ડમ્પિંગ સાઈટ ખાલી કરવામાં નહીં આવે તો કોર્ટથી ઓર્ડર કરાવવાની ફરજ પડશે. શું કહેવું છે સીનિયર એડવોકેટ હીરાભાઈ પટેલનું.. સાંભળો..

તો બીજી બાજુ મોડાસા નગર પાલિકાના પ્રમુખ જલ્પાબહેન ભાવસારનું કહેવું છે કે, ઘન કચરાના નિકાલ માટે પાલિકાનું ડમ્પિંગ સાઈટ કાર્યરત હતું, જ્યાંથી દુર્ગંધ આવવાને કારણે કોર્ટ કેસ ચાલતો હતો. પાલિકા હાઈકોર્ટના ચુકાદાને આવકારે છે  અને હાલપૂરતું ડમ્પિંગ સાઈટમાં કચરો ઠાલવવાનું બંધ કરી દેવાયું છે, કલેક્ટર દ્વારા જે જમીન ફાળવવામાં આવી છે ત્યાં આગામી સમયમાં કચરો ખાલી કરીશું,, અને હાલ જે ડમ્પિંગ સાઈટ પર કચરો છે, તેનું પ્રોસેસિંગ કરીને જગ્યા ખુલ્લી કરી દેવાશે.,

પાલિકાનું કહેવું છે કે, ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને હાલની ડમ્પિંગ સાઈટ પરનો કચરો ખાલી કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવશે, તો બીજી બાજુ વકીલ આલમ દ્વારા તાત્કાલિક કચરાનો નિકાલ કરવા માટે તાકિદ કરવામાં આવી છે,ત્યારે જોવું એ રહ્યું કે, પાલિકા ક્યારે ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને ડમ્પિંગ સાઈટ ખાલી કરે છે, પણ હાલ તો ન્યાયલાયની નજીક દુર્ગંધનો પ્રશ્ન તો ઠેર નો ઠેર રહેશે  જ્યાં સુધી ડમ્પિંગ સાઈટ ખાલી ન થાય.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!