38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા શહેરમાં બે દિવસ પાણી કાપ રહેશ,શહેરીજનોને રીક્ષા મારફતે પાણીનો...

અરવલ્લી : મોડાસા શહેરમાં બે દિવસ પાણી કાપ રહેશ,શહેરીજનોને રીક્ષા મારફતે પાણીનો સંગ્રહ કરવા જણાવાયું, કયા બે દિવસ કાપ વાંચો 

0
124

 

મોડાસા શહેરમાં માઝુમ ડેમમાંથી પ્રતિદિન અંદાજે 2.80 લાખ લીટર પાણી શહેરીજનોને પુરું પાડવામાં આવે છે મોડાસા નગરપાલિકા શહેરમાં પાણીના સપ્લાય માટે માઝુમ ડેમ પર નિર્ભર છે શહેરીજનોને આંતરે દિવસે પાણી આપવામાં આવી રહ્યું છે ત્યારે માઝુમ ડેમમાંથી પાણીના સપ્લાય માટેની પાણીની પાઈપલાઈનના સમારકામ માટે આગામી બુધવારે અને ગુરુવારે પાણી કાપ કરવાની ફરજ પડતા તંત્ર દ્વારા શહેરના વિસ્તારોમાં રીક્ષા ફેરવી પાણી સંગ્રહ કરવા જાણ કરી હતી

મોડાસા નજીક આવેલા માઝુમ ડેમમાંથી મોડાસા શહેરને પીવાના અને વપરાશ માટે પાણીનો જથ્થો પુરો પાડવામાં આવી રહ્યો છે મોડાસા નગરપાલિકા પાણી પુરવઠા તંત્ર દ્વારા માઝુમ ડેમમાંથી પાણીનો જથ્થો પહોંચાડતી પાઈપલાઈન મેન્ટેન્સની જરૂર ઉભી થતા આગામી 22 અને 23 ફેબ્રુઆરી એટલે કે બે દિવસ સમગ્ર શહેરમાં પાણી કાપ મૂકી મેન્ટેન્સની કામગીરી પૂર્ણ કરવાનું નક્કી થતા શહેરના વિસ્તારોમાં નગરજનોને પાણીની તંગી ન નડે તે માટે રીક્ષા ફેરવી આગોતરી જાણ કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!