33 C
Ahmedabad
Friday, March 29, 2024

પોલીસનું કામ ખેડૂતોએ કર્યું : મોડાસાના મહાદેવપુરા કંપાના ખેતરમાંથી ડ્રિપ ઇરીગેશન પાઇપની ચોરી કરતા બે સગીરને ઝડપી પોલીસને સોંપ્યા


ડ્રિપ ઇરીગેશન પાઇપ ચોરી કરી બંને સગીર યુવકો રણાસણના શંકર નામના ભંગારીયાને આપવાના હોવાનું વીડિયોમાં સ્વીકારી રહ્યા છે

Advertisement

અરવલ્લી જીલ્લાના અનેક વિસ્તારોમાં પીવાની અને ખેતીના પાણીની તંગી છાસવારે સર્જાતી હોય છે આ કપરા સમયમાં ખેડૂતો પાણીના ઓછા વપરાશથી સારી ઉપજ મળી રહે અને પાણીના અભાવે ખેતીમા નુકશાન સહન ન કરવું પડે તે માટે ખર્ચાળ ડ્રિપ ઇરીગેશન પધ્ધતિ થી ખેતી કરી રહ્યા છે અરવલ્લી જીલ્લામાં ડ્રિપ ઇરીગેશનની પાઇપ ચોરી થવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે મોડાસા તાલુકાના મહાદેવપુરા કંપાના ખેતરમાં લોડીંગ રીક્ષા લઇ ચોરી કરવા પહોચલા બંને સગીરોને ખેડૂતોએ ઝડપી પાડી રૂરલ પોલીસને સોંપી દીધી હતા

Advertisement

મોડાસા તાલુકાના મહાદેવપુરા કંપામાં અનેક ખેડૂતો ડ્રિપ ઇરીગેશનની મદદથી ખેતી કરી રહ્યા છે ગત રાત્રીએ લોડિંગ રિક્ષામાં ડ્રિપ ઇરીગેશન પાઇપની ચોરી કરતા બે લબરમૂછિયા યુવકનો ખેડૂતોએ દબોચી લેતા મોટી સંખ્યામાં ખેડૂતો દોડી આવ્યા હતા ખેડૂતો ડ્રિપ ઇરીગેશન પાઇપની ચોરી કરનાર બંને લબરમૂછિયા યુવકોની હિંમત જોઈ ચોકી ઉઠ્યા હતા અને ડ્રિપ ઇરીગેશનની ચોરી કરવા આવેલ યુવકોનો વિડીયો પણ બનાવી લીધો હતો જેમાં બને ભિલોડા તાલુકાના માંકડી ગામના અને હાલ બાયલ ઢાંખરોલ રહેતા હોવાના તેમજ ચોરી કરેલ પાઇપના બંડલ રણાસણ ગામના શંકર નામના ભંગારીયાને આપવાનું સ્વીકારતા જોવા મળ્યા હતા ખેડૂતોએ બંને ચોર યુવકોને રૂરલ પોલીસને સોંપી દીધા હતા
મોડાસા રૂરલ પોલીસે બંને સગીર યુવકો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!