28.2 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : આંબલીયારા પોલીસે Brezza કારમાંથી 1.01લાખનો દારૂ ઝડપ્યો, બાયડ સ્વામિનારાયણ સો.માં...

અરવલ્લી : આંબલીયારા પોલીસે Brezza કારમાંથી 1.01લાખનો દારૂ ઝડપ્યો, બાયડ સ્વામિનારાયણ સો.માં ચોરી કરનાર ચોર જબ્બે 

0
100

 

બાયડ સ્વામિનાયારણ સોસાયટીમાં બપોરે ચોરી કરનાર ચોર સાંજ પડતા પહેલા જેલના સળિયા પાછળ ધકેલાયો

અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર દારૂની હેરાફેરી અને ગુન્હાનો ભેદ ઉકેલવા સતત દોડાદોડી કરે છે આંબલીયારા પોલીસે બ્રેઝા કારમાંથી 1 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો બાયડ પોલીસે સ્વામિનારાયણ સોસાયટીમાં બપોરના સુમારે ચોરી કરી અને સાંજે તો પોલીસે દબોચી લઈ 11 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

બાયડ પીએસઆઇ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે સ્વામિનારાયણ સોસાયટીમાં ચોરી કરી રેલવે ફાટક પાસે ઉભેલા ચોઈલાના કૌશિક બાબુ વણકરને બાતમીના આધારે ઝડપી પાડી ગણતરીના કલાકોમાં ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો રવિવારે બપોરે કૌશિક બાબુ વણકરે સ્વામિનારાયણ સોસાયટીમાંથી રૂ.9600/- તેમજ બે હજાર રૂપિયાનો ચાંદીનો જુડો ચોરી કરી રેલવે ફાટક નજીક ઉભો રહ્યો હતો પોલીસે બાતમીના આધારે કૌશિક વણકરને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ ગણતરીના કલાકોમાં ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!