32.2 C
Gujarat
Wednesday, August 26, 2026
Home ક્રાઇમ વડાલી: હાથરવા ગામમા માતા-પુત્રી વચ્ચે બોલચાલ થતાં બંને ઝેરી દવા ગટગટાવી; પુત્રીનું...

વડાલી: હાથરવા ગામમા માતા-પુત્રી વચ્ચે બોલચાલ થતાં બંને ઝેરી દવા ગટગટાવી; પુત્રીનું સારવાર દરમિયાન મોત

0

વડાલી: હાથરવા ગામમા માતા-પુત્રી વચ્ચે બોલચાલ થતાં બંને ઝેરી દવા ગટગટાવી; પુત્રીનું સારવાર દરમિયાન મોત

પુત્રીના મોતને લઈને ઘરમાં શોકનો માહોલ, વડાલી પોલીસે ફરિયાદ નોંધી

વડાલીના હાથરવા ગામ ખાતે માતા અને પુત્રી વચ્ચે કંકાશ થતા પુત્રીને આઘાત લાગી આવતા તેને જંતુનાશક ઝેરી દવા ગટગટાવી હતી ત્યારે માતાને પણ આઘાત લાગતા દવા ગટગટાવી હતી. આ વાતની જાણ આસપાસના રહેતા પડોશીઓને થતા તેઓએ તાત્કાલિક માતા અને પુત્રીને ઇડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પુત્રીનું મોત નિપજ્યું હતું. જ્યારે માતાની હાલત ગંભીર હોય તેમને સારવાર હેઠળ રાખવામાં આવે છે. પુત્રીના મોતને લઈને ઘરમાં દુખનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.

આ સમગ્ર મામલે વડાલી પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને ફરિયાદ નોંધે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!