29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત મોડાસાના બસ સ્ટેશન વિસ્તારમાં કચરામાં આગ, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો,...

મોડાસાના બસ સ્ટેશન વિસ્તારમાં કચરામાં આગ, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો, હાથ લારીઓ બળીને ખાક

0
135

મોડાસામાં આગ લાગવાની ઘટનાઓ ઘટી રહી છે, છેલ્લા એક સપ્તાહથી અલગ અલગ જગ્યાએ આગની ઘટનાઓ ઘટી હતી, જેમાં કોલેજ રોડ વિસ્તારમાં કિરાણાની દુકાનમાં આગ લાગવાની ઘટના ઘટી તો મોડાસાના ચાર રસ્તા પર આવેલા પેટ્રોલ પંપ પર ભિષણ આગની ઘટના ઘટી હતી તો હવે દાદુ શોપિંગ સેન્ટર ના પાછળના ભાગે કચરાના ઢગલામાં આગ લાગી હતી.

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા નવા બસ સ્ટેશન નજીક ભિષણ આગ લાગવાની ઘટના ઘટી હતી, મોડી રાત્રે બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દાદુ શોપિંગ સેન્ટરના પાછળના ભાગે કચરામાં આગ લાગી હતી, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ મોડાસા નગર પાલિકાની ટીમને જાણ કરતા પાલિકાની ટીં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો, જોકે કેટલીક લારૂઓ સહિતની સામાન બળીને ખાક થઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!