29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : કોલેજીયન યુવકને 50 હજારનું બંડલ બતાવી સોનાની ચેઈન કાઢી લેનાર...

અરવલ્લી : કોલેજીયન યુવકને 50 હજારનું બંડલ બતાવી સોનાની ચેઈન કાઢી લેનાર સલાટ ગેંગના સાગરીતને ટાઉન પોલીસે ઝડપી લીધો

0
247

મોડાસા શહેરની એન્જીનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા કરતા યુવકને ડીપ વિસ્તારમાં બે ગઠીયા ભટકાઈ ગયા હતા યુવકને વાતચીતમાં પરોવી વિશ્વાસ કેળવી 50 હજાર રૂપિયાનું બંડલ બતાવી તેને પહેરીલી સોનાની ચેઇન ચેઇન કાઢી લીધી હતી યુવકે 50 હજારનું બંડલ ખોલતા ઉપર નીચે અસલી પાંચસોની નોટ અને વચ્ચે કાગળ જોઈ ચોંકી ઉઠ્યો હતો બે ઠગની વાતોની લાલચમાં આવી 43 હજારની સોનાની ચેઇન ગુમાવતા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં સલાટ ગેંગના સાગરીતને દબોચી લઇ ચેઇન રીકવર કરી હતી

મોડાસા ટાઉન પીઆઈ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે મોડાસા ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતા અને ગુરુકુલ સોસાયટીમાં રહેતા ઉચીત ધનેશ્વર લાલ યાદવને ડીપ વિસ્તારમાં બે ગઠીયા ઉદેપુર જવાનો રસ્તો બતાવવાનું કહી 50 હજારનું બંડલ બતાવી સોનાની ચેઇન પડાવી રફુચક્કર થઇ જતા બંને ઠગને ઝડપી પાડવા સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ અને બાતમીદારો સક્રિય કરતા સલાટ ગેંગનું કારસ્તાન હોવાની બાતમી મળતા ટાઉન પોલીસ સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં તપાસ હાથધરી ગુન્હામાં સંડોવાયેલ અજય ઉર્ફે જગ્ગુ ગણેશ પંચાલ (સલાટ)ને દબોચી લઇ ઇજનેરી કોલેજીયનની 43 હજારની સોનાની ચેઇન રિકવર કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા મોડાસા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!