31.3 C
Gujarat
Wednesday, August 26, 2026
Home ક્રાઇમ મોડાસાની સહારા સોસાયટીમાં ઘરફોડ ચોરી કરનારને બેને LCBએ રેલવે ફાટક નજીક જંગલમાંથી...

મોડાસાની સહારા સોસાયટીમાં ઘરફોડ ચોરી કરનારને બેને LCBએ રેલવે ફાટક નજીક જંગલમાંથી ચોરીના 1.72 લાખ મુદ્દામાલ સાથે દબોચ્યા

0

સહારા સોસાયટીમાં રહેનાર લબરમૂછિયો યુવક અને સગીર સોસાયટીના બે બંધ મકાનમાંથી લાખ્ખો રૂપિયાની ચોરી કરી હતી

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરની સહારા સોસાયટીમાં બે મહિનામાં બે બંધ મકાનમાં ચોરીની લાખ્ખો રૂપિયાની ઘટના બનતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો સહારા સોસાયટીમાં બંધ મકાનમાં ચોરી કરનાર સોસાયટીમાં રહેતા એક ચોર યુવક અને તેના સગીર સાગરીતને ચોરીના 1.72 લાખથી વધુના મુદ્દામાલ સાથે રેલવે ફાટક નજીક જંગલમાંથી એલસીબી પોલીસે ઝડપી પાડી ચોરીના બે ગુન્હાનો ભેદ ઉકેલી કાઢી કાયદેસરનો કાર્યવાહી હાથધરી હતી

મોડાસા શહેરની સહારા સોસાયટીમાં બે મહિનામાં બે મકાનમાં લાખ્ખો રૂપિયાની ચોરી થતા પોલીસતંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા હતા જિલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા બાતમીદારો સક્રિય કરતા સહારા સોસાયટીમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર બે યુવકો રેલવે ફટાક નજીક જંગલમાં હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે જંગલ વિસ્તાર કોર્ડન કરી જાહિનુદ્દીન સિકંન્દર પટેલ (રહે, સહારા સોસાયટી) અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને દબોચી લઇ બંને પાસેથી ચોરી કરેલ સોના-ચાંદીના દાગીના,મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂ.172827/-નો મુદ્દામાલ કબ્જે કરી બંને આરોપીઓને મોડાસા પોલીસ સ્ટેશનને સુપ્રત કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!