32.8 C
Gujarat
Wednesday, August 5, 2026
Home ગુજરાત અરવલ્લી : સાયરા નજીક અતિ પૌરાણિક ભમરેચી માતા મંદિર ખાતે રવિવારે પરંપરાગત...

અરવલ્લી : સાયરા નજીક અતિ પૌરાણિક ભમરેચી માતા મંદિર ખાતે રવિવારે પરંપરાગત લોક મેળો યોજાશે, બાળકોની ચૌલક્રીયા પ્રથા 

0
181

 

અરવલ્લી જીલ્લાની ગીરીમાળાઓમાં અનેક ઐતિહાસિક મંદિરો આવેલા છે મોડાસા તાલુકાના સાયરા નજીક અતિ પૌરાણિક ભમરેચી માતાનું મંદિર માઇ ભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર છે બાળકોની ચૌલક્રીયા માટે મોટી સંખ્યામાં પરિવારો ઉમટી પડે છે ફાગણ માસના પ્રથમ રવિવારે ભમરેચી માતાના મંદિરે પરંપરાગત મેળો યોજાય છે આવતી કાલે યોજાનાર લોક મેળામાં મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે

 

ભીમના પુત્ર અને ગટુરગચની માતા હીંડીમ્બાની કર્મભૂમિ હોવાથી આ સ્થળને હિડિમ્બા વન તરીકે પણ ઓળખાય છે ભમરેચી માતાના મંદિર સાથે અનેક પૌરાણિક ગાથાઓ વણાયેલી છે ગુજરાત સરકાર દ્વારા ભમરેચી માતા મંદિરનો પ્રવાસન સ્થળ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યાં ફાગણ માસના પ્રથમ રવિવારે લોક પરંપરાગત લોક મેળો ભરાય છે.જેમાં નાના બાળકો ની ચૌલ ક્રિયા ની પ્રાચીન પ્રથા લોક પરંપરાગત રીતે મનાવાય છે. અને સદર લોક મેળામાં ગુજરાત તેમજ રાજસ્થાનથી ૨૦ હજાર ઉપરાંત શ્રદ્ધાળુઓ વહેલી સવારથી ઉમટી પડે છે રવિવારે યોજાનાર પરંપરાગત લોકમેળા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓના દર્શન માટે કોઈ તકલીફ ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!