અરવલ્લી જિલ્લા પંચાયતમાં કામ કરતા સફાઈ કામદારોને અચાનક છૂટા કરી દેવામાં આવતા ગુજરાત વાલ્મિકી સંગઠનના આગેવાન લાલજી ભગતની અધ્યક્ષતામાં ધરણાં યોજવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત કચેરી બહાર તમામ સફાઈ કામદારોએ ધરણાં યોજી કામથી અડગા રહેવાનો નિર્ણય કર્યો હતો. પંદરમાંથી પાંચ કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવાતા ધરણાં યોજવામાં આવ્યા હતા.
વાલ્મિકી સંગઠનના આગેવાનનું કહેવું છે કે, એજન્સી દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે, અને પ્રતિદિન સફાઈ કામદારોને માત્ર 67 રૂપિયાનો રોજ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા પંચાયતના કોઇ જ અધિકારીનો પગાર પ્રતિદિન 67 રૂપિયા નહીં હોય તે વાત સો ટકા સાચી છે, પણ અહીં કામદારો પર જિલ્લા પંચાયત સાફ રાખવાની અને સ્વચ્છતાનું ધ્યાન રાખવાની છે તેવા મહાન કામદારોને માત્ર રોજ 67 રૂપિયાનો હોય છે તે કેમ ચાલે ?એજન્સીની મનમાની તેમજ અચાનક સફાઈ કામદારોને છૂટા કરી દેવામાં આવતા ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. જિલ્લા પંચાયત કચેરી ખાતે ધરણાં યોજતા સફાઈ કામદારોની કોઇ જ અધિકારીએ નોંધ ન લીધી કારણ કે, તેમની કચેરીઓ સ્વચ્છ થઇ જાય છે, પણ હવે સફાઈ કામદારો પણ મક્કમ મનથી ધરણાં પર બસી ગયા અને એજન્સીની મનમાની સામે આકરૂ વલણ દાખવવાની તૈયારીમાં જોવા મળી રહ્યા છે.
જિલ્લા કલેક્ટર કચેરી તેમજ જિલ્લા પંચાયત ખાતે સફાઈ કામદારોનું માત્રને માત્ર શોષણ જ થતું રહે છે, અનેકવાર રજૂઆત કરવા છતાં એજન્સી સામે કોઇ જ કાર્યવાહી ન થતાં હવે સફાઈ કામદારો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ભારે સુત્રોચ્ચાર સાથે અરવલ્લી જિલ્લા પંચાયત કચેરી ખાતે સફાઈ કામદારોએ ધરણાં યોજી વિરોધ દર્શાવ્યો હતો.





